બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ગીતકાર, સંગીતકાર અને પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા આજરોજ વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે દર્શને આવ્યાં હતા. આ જોઇ દર્શનાર્થીઓને પણ સિંગર હિમેશ રેશમિયાને જોવાનો લ્હાવો મળ્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શીશ ઝુકાવી કર્યા દર્શન ત્યારબાદ કોઠારી વિવેકસાગર સ્વામિ-અથાણાવાળાના આશીર્વાદ ગ્રહણ કરી દાદાની પ્રતિમા અર્પણ કરી હતી. પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયાએ શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ