બોટાદની ધન્વંતરિ આરોગ્ય રથના સ્ટાફ દ્વારા 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરુપે આરોગ્ય રથના સ્ટાફ દ્વારા ફૂુલ નહીં તો ફૂલની પાંખડી સ્વરુપે 10 વૃક્ષો રોપી વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવ્યો હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-05-at-3.02.00-PM-1024x768.jpeg)
આજરોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષો રોપી, પર્યાવરણનું મહત્વ સમજતાં, વાત કરી હતી કે, ફૂલ છોડમાં આડેધડ પાણી છાંટવાને બદલે ટપક સિંચાઇ પદ્ધતિ કે ફુવારાનો ઉપયોગ કરવો,આપણા ઘરની કે ઓફિસની આસપાસ જ્યાં પણ આપણને યોગ્ય જગ્યા જણાય ત્યાં વૃક્ષારોપરણ કરવું જોઇએ.આ સાથે જ સ્ટાફના મિત્રોએ કહ્યું હતું કે આ માત્ર વૃક્ષ જ નહીં પણ અમારી જીવાદોરી છે,તેવું સમજીને અમે દરોરજ તેનું જતન કરવા ખાતર પાણી કરી કરીને યોગ્ય રીતે તનું જતન કરીશું તેવું જણાવ્યું હતું.
બોટાદથી અરવિંદ રાવળનો રીપોર્ટ