
વાપી: વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ (એલ.સી. 81, મુંબઈ વિંગ) નું ભવ્ય લોકાર્પણ કરાયું. ગુજરાત સરકારના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદહસ્તે અને વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ બ્રિજનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો.

આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિતેશભાઈ પટેલ, વલસાડ જિલ્લાના કલેક્ટર નૈમેશભાઈ દવે, વાપી મહાનગરપાલિકા કમિશ્નર યોગેશભાઈ ચૌધરી, ડેપ્યુટી કમિશ્નર આસ્થાબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ મનોજભાઈ પટેલ, દક્ષેસભાઈ પટેલ, તેમજ ભાજપ મંડળ પ્રમુખ સમયભાઈ પટેલ, મનીષભાઈ દેસાઈ, અમનભાઈ ત્રિવેદી, ડો. નિરવભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, વહીવટી તંત્રના અધિકારીઓ, મીડીયા પ્રતિનિધિઓ, સોશિયલ મીડીયા ટીમ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને બલીઠા ગામના આગેવાનો, ગ્રામજનો જોડાયા હતા.

નવા ઓવરબ્રિજના લોકાર્પણ સાથે હવે વાપી અને બલીઠા વચ્ચે મુસાફરી વધુ સરળ અને સુરક્ષિત બનશે. આ બ્રિજનું નિર્માણ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવશે અને સ્થાનિકોને રાહત મળશે.