કેન્દ્રીય ટીમના સભ્યોએ કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

કેન્દ્રીય ટીમના સભ્યોએ કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની જાણકારી મેળવી હતી.13 સપ્ટેમ્બર ભારે વરસાદની પરિસ્થિતિ બાદ સર્વગ્રાહી સમીક્ષા માટે સ્થાનિકો સાથે દિલ્હી કેન્દ્રીય અધિકારીઓ, ખેડૂતો સાથે સંવાદ કરીને વિગતો મેળવી હતી. માંડવી અને અબડાસાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ ટીમ સાથે રહીને જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત બચાવ કામગીરી અને હાલમાં ચાલી રહેલી પાક સર્વે કામગીરી તેમજ વિવિધ નુકશાની અંગેની જાણકારી આપી હતી.

દિલ્હી આવેલી શીર્ષ અધિકારીઓની ટીમ કચ્છના માંડવી તાલુકામાં આસંબિયા, કોડાય ગામ સહિતના વિસ્તારોમાં પહોંચી હતી. જ્યારે અસરગ્રસ્ત તાલુકા એવા અબડાસા ખાતે વિંઝાણ, કોઠારા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. પાક નુકસાની અંગે વિસ્તૃત જાણકારી મેળવવા ટીમે વિભાગીય કૃષિ સંશોધન કેન્દ્ર કોઠારાની મુલાકાત લઈને નિષ્ણાત વૈજ્ઞાનિકો સાથે ચર્ચા વિચારણા કરી હતી.ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ ભારે વરસાદની પરિસ્થિતિ પૂર્વે તંત્રની તૈયારીઓ અને ત્યારબાદ પુન:સ્થાપનની કામગીરી અંગે સ્થાનિક અધિકારીઓ સાથે સંવાદ કરીને વિગતવાર જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, અસરગ્રસ્ત ગામોના ખેડૂતો, સરપંચો, આગેવાનો સાથે પણ મુલાકાત કરીને ટીમના સભ્યોએ વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો.દિલ્હીથી આવેલી ટીમના સભ્યો સર્વે મિલેટ ડેવલ્પમેન્ટના ડાયરેક્ટર સુભાષ ચંદ્રા, રૂરલ ડેવલ્પમેન્ટ વિભાગના ડેપ્યૂટી ડાયરેક્ટર તિમન સિંઘ, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના એક્ઝિક્યુટિવ ઈજનેર સૌરવ શિવહરે, રાજ્ય સરકારના લાયઝન ઓફિસર અને ડેપ્યૂટી કલેક્ટર વિપુલકુમાર સાકરીયાએ બંને તાલુકાના સ્થાનિક અધિકારીઓ પાસેથી નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરી વિશે જાણકારી મેળવી હતી.આ મુલાકાત માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેર વી.એન.વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઈજનેર એમ.જે.ઠાકોર, જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા, સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ ઈજનેર પી.પી.વાળા, જિલ્લા બાગાયત અધિકારી મનદીપ પરસાણિયા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે.તલાટી, પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ કચ્છથી રોહિત પઢીયારનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *