ઉમરગામના દરિયા કિનારે કપડામાં વીટેલી હાલતમાં બાળકનું ભ્રૂણ મળી આવતા સમગ્ર પંથકમાં ચક્ચાર મચી જવા પામી છે. માનવ ભ્રૂણ મળવાની વાત વાયુવેગે ફેલાતા એનક તર્કવિતર્ક થવા માડ્યા છે.શુક્રવારે બપોરના સમયે ઉમરગામના દરિયા કિનારે સ્થાનિકો ફરવા માટે આવતાં હોય છે તે દરમિયાન લાલ કલરના કપડામાં વીંટાળેલું મૃત ભૃણ જોવા મળતા ઘટના અંગેની જાણ ઉમરગામ પોલીસને કરાઇ હતી.
વલસાડ જિલ્લાના ઉમરપુર તાલુકાના દરિયાથી મળી આવેલ માનવ ભ્રૂણ મળી આવ્યું હતું. સ્થાનિકો બપોરના સમયે ફરવા માટે કિનારે પહોંચ્યાં હતાં ત્યારે લાલ કલરના કપડામાં વિંટાળેલા બાળક પર પર પડતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.આ જોઇ સ્થાનિકોના મનમાં અંતીમ સંસ્કારના રૂપે રેતીમાં દફન કર્યુ હશે ?કે કોઇએ પાપ છુપાવવા રાત્રીના અંધારામાં દરિયામાં પધરાવ્યું હશે ? કે ભરતીના પાણીમાં કિનારે આવી ગયું હોય શકે ? તેવી અનેક પ્રકારની વાતો થવા માડી છે.સમગ્ર ઘટનાની જાણ પોલીસે કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ ભ્રૂણ બાબતે તપાસ કરી રહી છે જેમાં દરિયા કિનારે જવાના માર્ગો પર લાગેલા સીસી ટીવી ફૂટેજ પણ તપાસે તેવી શક્યતા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.