શહેરા વનવિભાગ દ્વારા ડુમેલાવ વિસ્તારમાંથી પાસ પરમિટ વગર ના લાકડાનો સાડા ચાર લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો..

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામ પાસે શહેરા વનવિભાગ દ્વારા પંચરાઉ લાકડા ભરેલી અને પાસ પરમિટ ભરેલી એક ટ્રક ઝડપી અંદાજીત સાડા ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં લાકડાની પાસ પરમિટ વગર હેરાફેરી કરનારાઓ બેફામ બન્યા છે. શહેરા વનવિભાગ દ્વારા આવા લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓ સામે લાલ આંખ કરી છે. શહેરા પરિક્ષેત્રના વનવિભાગ ના આરએફઓ આર.વી.પટેલ ના સુચના અને > માર્ગદર્શન અનુસાર વનવિભાગની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે ડુમેલાવ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી. તે સમયે એક લાકડા ભરેલી ટ્રક પસાર થતી હતી તેને વનવિભાગની ટીમે રોકતા ચાલક પાસે પાસ પરમિટ માગતા મળી આવ્યા ન હતા. આથી ટ્રક શહેરા વનવિભાગ ખાતે લાવામા -આવી હતી. વનવિભાગ દ્વારા 4,50,000 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો. અને વનવિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી. શહેરા વનવિભાગની કાર્યવાહીના પગલે લાકડાની પાસ પરમિટ વગર હેરાફેરી કરનારાઓમાં ફફડાટ મચી જવા પામી હતી.

પંચમહાલ ગોધરા થી વિજયસિંહ સોલંકી..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *