શહેરા પોલીસે ફિલ્મી ઢબે હોન્ડાસીટી કારનો પીછો કરીને 1275 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો

પંચમહાલ જિલ્લામાં ગૌમાંસની હેરાફેરીના બનાવો બની રહ્યા છે. શહેરા પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરીને હોન્ડા સીટીમા લઈ જવાતા 1275 કિલો ગ્રામ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ જથ્થાની સાથે હોન્ડાસીટી કાર મળીને કુલ ૫,૫૫,૦૦૦નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા પશુઓના કતલખાનાં અટકાવવા તથા ગૌમાંસની થતી હેરાફેરી અટકાવવા સારૂ સખતમાં સખત વોચ તપાસ તેમજ પેટ્રોલીંગ રાખવા સુચના આપવામા આવી હતી. ગોધરા વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલને બાતમી મળી હતી કે એક હોન્ડા સીટી ફોરવ્હીલ ગાડીમાં ગૌમાંસ ભરી લુણાવાડા તરફથી ગોધરા તરફ આવાની છે જે આધારે તેઓએ શહેરા પોલીસમથકના પીઆઈ આર.કે.રાજપુત તથા સ્ટાફના માણસોને તથા તેઓની કચેરીના માણસોને બાતમી આધારે જરૂરી વોંચ તપાસ અને નાકાબંધી કરવા જરૂરી સુચના આપી હતી. જે અન્વયે પીએસઆઈ ડી.પી.અમીન તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ શહેરા પાનમ ટોલનાકાથી બાતમીવાળી ગાડીનો પીછો કરી બાતમી મુજબની હોન્ડા સીટી ફોરવ્હીલ ગાડીસાથે ગૌમાંસનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સાથે ગાડીનો ચાલક તેમજ તેની બાજુમા બેઠેલ ઈસમ ગૌવંશનો જથ્થો કટીંગ કરનારા તેમજ તેને મંગાવનારા ઈસમો સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *