યુવક અને પરિવાજનો વચ્ચે પકડા-પકડી થઇ,
પરિવારજનોએ યુવક પર હાથાપાઇ કરી, પોલીસે હવાલે કર્યો
દમણના જંપોર બીચ પર દરિયા કિનારે નાહતી કેટલીક યુવતીઓ છેડતી બાબતે પર પર્યટકો વચ્ચે મારામારી થઈ હતી. નશામાં ધૂત એક પર્યટકે ન્હાતી યુવતીઓ અને બાળકીની છેડતી કરતા યુવતીઓ અને બાળકીના પરિવારજનોએ યુવકને ટોકવા જતાં યુવકે પરિવાર પર હુમલો કરી દીધો હતો. આથી પરિવારનો એક સભ્ય લોહી લુહાણ થઈ ગયા હતો. આથી રોષે ભરાયેલા પરિવારે હુમલો કરનાર અને યુવતીઓની છેડતી કરનાર છાકટા યુવક વચ્ચે પકડદાવનો ખેલ શરુ થઇ ગયો હતો. જેમાં પરિવારના યુવાનોએ છેડતી કરનાર યુવકને દરિયાકાંઠે જ દોડાવી દોડાવીને હાથાપાઇ કરી હતી.
દમણના દરેક કિનારે આ યુવક અને ત યુવતીઓના પરિવાર વચ્ચે થયેલી દોડાદોડી અને મારામારીનો બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. અત્યારે દમણના દરિયાને દરિયાકિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા હોય છે .ત્યારે યુવતીઓને બાળકીઓ સહિત અન્ય પરિવારના સભ્યો પણ દરિયામાં ન્હાતાં દેખાય છે. જોકે આવા માહોલનો લાભ લઈ કેટલાક અસામાજિક તત્વો અને વિકૃત લોકો પણ દરિયા કિનારે પહોંચે છે. જેથી દરિયામાં ન્હાવા માટે આવતી યુવતી અને બાળકીઓની છેડતી અને ગંદી નજરથી જોતા હોય છે. જેને લઇ અહી અનેક વખત બબાલના બનાવો બને છે. જોકે વિકેન્ડમાં દમણના દરિયે બનેલી આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે .જેમાં દારૂના નશામાં યુવકે યુવતી અને બાળકીઓની છેડતી કરતા પરિવાર રોષે ભરાયો હતો . અને દરિયા કિનારે દોડાદોડી અને મારામારીના દ્રશ્ય જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ પહોંચી હતી. અને હુમલો કરી ફરાર અને યુવતીઓની છેડતી કરી ફરાર થનારા યુવકની અટકાયત કરી આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ