દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળે ૫૦ વર્ષ પૂર્ણ થતા તેમના સુવર્ણ જયંતીની ઉજવણીના ભાગરૂપે વિવિધ ગામોમાં સામુહિક વૃક્ષારોપણ કર્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને આ વિસ્તારમાં વધુ હરિયાળી ફેલાવવાનો હતો.
આ પ્રસંગે ગામના આગેવાનો, વડીલો, યુવાઓ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. હરીશભાઈ પટેલે વક્તવ્ય આપતા જણાવ્યું કે, આવનારા દિવસોમાં વધુમાં વધુ સમાજના લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને ગામના પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ