રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી સામે થયા ગંભીર આક્ષેપો
રાજકોટ જિલ્લામાં આંગણવાડી કાર્યકરની ભરતીમાં ખોટી રીતે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોવાથી આધારો સાથે મહીલા અરજદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી ઉપર ગંભીર આક્ષેપો કરતાં દરેક વિભાગમાં ચર્ચાસ્પદ વિષય બન્યો છે.જોકે સાવિત્રી નાથજી સામે ગેરરીતીઓ તેમજ મનસ્વી વહિવટના ઘણા બનાવો અંગે મંત્રી તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયેલ છે, પી.ઓ.ની સુચનાથી ગોંડલ તાલુકામાં બાળ વિકાસ યોજના અધિકારી કોમલ ઠાકર દ્વારા અનીડા ગામના ત્રણ આંગણવાડી કાર્યકર બહેનો પાસે ટેક હોમ રાશનના પેકેટો બાબતે ગેરસમજથી ભોળવીને કબૂલાતનામા દ્વારા નોકરીમાંથી બરતરફ કરવા છતાં કોઇ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી.
રાજકોટના જસદણ તાલુકાનાં કમળાપુરના મુખ્યસેવિકા ૧૨ મહિનાથી ગેરહાજર હોવા છતાં પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે પી.ઓ. સાવિત્રી નાથજીએ ચાર મહીના ઘરે બેઠા પગાર ચુકવેલો હતો.આઉટસોર્સ એજન્સી સાથે પી.ઓ.સાવિત્રી નાથજીને સમાધાનકારી વલણ હોવાથી એજન્સી દ્વારા કાર્યરત રોજમદારો કરતા વધુ પગાર કપાત કરી રહ્યા હોવાનું ચર્ચા થઇ હતી.અને રાજકોટ કચેરીની મિટિંગો દરમ્યાન વારંવાર વાર અણછાજતુ વાણી વર્તન તેમજ જીલ્લાના કેટલાક સીડીપીઓ તથા મુખ્ય સેવિકાઓ સાથે સાવિત્રી નાથજી અમર્યાદ રીતે વર્તન કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે.સરકારી કચેરીમાં નોકરી કરતા પી.ઓ.સાવિત્રી નાથજી સરકારી કચેરીને ખાનગી પેઢી તથા મહેકમ અધિકારી કર્મચારીઓને તેમના તાબેદાર સમજતા હોય તેવી સ્થિતિ બનેલી હોવાનું કચેરી સુત્રો જણાવી રહ્યા છે.સુત્રોના જણાવ્યા મુજબ મહીલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા રાજકોટના હોવાથી સાવિત્રી નાથજી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે અરજી કરવા છતાં પણ આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. સાવિત્રી નાથજી તેની વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરનારા અરજદારોને જણાવે છે કે રાજ્યની કચેરીઓમાં ઉચ્ચ કક્ષાએ અધિકારીઓ તેમને પુછીને તેની મરજી પ્રમાણે કામ કરતાં હોવાથી કોઇપણ કાર્યવાહી કરવામાં આવશે નહીં.