પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અમદાવાદ સ્થિત કાર્યાલય ખાતે કરવામા આવેલા હુમલાને વખોડી કાઢવામા આવ્યો હતો. આ મામલે તોડફોડ અને ડરના વાતાવરણ સામે ન્યાયિક તપાસ કરવા અને જવાબદારો સામે કાયદેસરના પંગલા ભરવાની માંગ કરવામા આવી હતી.જેને લઈ ગુજરાતના મુખ્ય સચિવને સંબોધન કરતુ લેખિત આવેદનપત્ર જીલ્લા તંત્રને સુપરત કરી કસુરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને સંબોધીને લખવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે ભારતીય લોકતંત્રમા પ્રજાના પ્રશ્ને મુદ્દે, વિવિધ ઘટનાઓ અને ચુટાયેલા પ્રતિનિધીઓ સહિતને યોગ્ય રજુઆતો કરવાનો અધિકાર છે. દેશની 18મી લોકસભાના બેઠકની કાર્યવાહી દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ પ્રજાના પ્રશ્નોની ગંભીર સમસ્યાઓ,વિવિધ પ્રશ્નો,દેશનો રાજકિય પ્રવાહ,અન્યાયકર્તા બાબતે ધારદાર રજુઆતો કરવામા આવી હતી. જેને દેશમા વ્યાપક જન સમર્થન મળ્યુ હતુ. આવેદનમા આક્ષેપ કરતા વધુમા જણાવામા આવ્યુ હતુ કે જે બાબત ભાજપાના સર્મથકોને ગમી ન હતી. તેઓ હતાશામા ગરકાવ થઈને દેશની લોકશાહીના મુલ્યોને લાંછનરુપ કાર્યક્રમો આપીને તાજેતરમા અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે હુમલો કરીને પથ્થરમારો કરીને ડરનુ વાતાવરણ ઉભુ કરેલ છે. જે ગંભીર બાબત છે. આ ઘટના માટે સખતમા સખત ન્યાયિક તપાસ કરવામા આવે તેવી માંગ કરવામા આવી હતી. આવી ઘટનાઓ કોના ઈશારે થયેલ છે તેની પણ તપાસ કરવામા આવે તેવી માંગ છે. આવેદનપત્ર આપવા માટે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત પુર્વ પ્રમુખ તેમજ કોંગ્રેસ સમિતીના આગેવાનો,કાર્યકર્તાઓ,હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ