દાદરા નગર હવેલીના કોંગ્રેસ કમિટી દ્વારા આજરોજ પ્રેસ કોમ્પ્રેસના માધ્યમથી પ્રદેશમાં વધતી જતી સમસ્યા જે ખરાબ રસ્તા પ્રદેશના સ્થાને લોકોને થઈ રહેલી સમસ્યાના વિવિધ મુદ્દાઓને લઈ આજ રોજ આંદોલનથી લઈ જન આંદોલનની કરવાની ચીમકી આપી હતી.
દિન પ્રતિદિન સમસ્યાઓ પર સમસ્યા ઉભી થતીં હોય છે, ત્યારે દાદરા નગર હવેલીની હાલત “બાર તુંટે ને તેર સંધાય” તેવી પરિસ્થિતી ઉભી થઇ છે. જેમાં રોડ રસ્તા, ગટર,પાણી,જેવી અનેક સમસ્યાઓને લઇ કોંગ્રેસ કમિટી એક્સન મોડમાં આવતાં, તેમણે આવતી કાલે સેલવાસ કલેકટરને મળી એક આવેદનપત્ર આપવાની વાત કરી છે. આ આવેદનપત્રમાં જણાવેલી સમસ્યાઓનું નિરાકરણ જલ્દીથી લાવવામાં નહીં આવે તો, કોંગ્રેસ કમિટીએ જન આંદોલનથી લઇને આંદોલન પર ઉતારવાની ચિમકી ઉચ્ચારી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ