-યુએઆઇના પ્રમુખે કોન્ટ્રાક્ટરને કર્યા સવાલ?નબળી ગુણવત્તાવાળુ મટિરિયલ સુધારવા અધિકારીઓને કરી અપીલ
ઉમરગામ બની રહેલા રોડ પર તંત્ર દ્વારા ચેડા થતી હોવાની બુમ સામે આવી છે.જેમાં ઉદ્યોગપતિ અને યુઆઇએ પ્રેસિડેન્ટ નરેશ બંથ્યા નવા બની રહેલા એક કરોડ રુપિયાના ખર્ચે બની રહેલા સ્ટેશનનાં સીસી રોડ પર કોન્ટ્રાક્ટરે જે મટિરિયલ વાપરવા ટેન્ડર ભર્યું હતું. પરંતું તે મટિરિયલ નહીં પણ પોતે ઇચ્છે એ પ્રમાણે માલ સામાનનો ઉપયોગ કરી કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી નજરે પડતી જોવા મળી છે.
ઉદ્યોગપતિ અને યુઆઈએ પ્રેસિડેન્ટ નરેશભાઈ બાંથ્યાએ નવા બની રહેલા ટાઉન સ્ટેશનના સીસી રોડના મુદ્દે રસ્તા પર ઉતર્યા હતા.જેમાં તેમણે કામની ગુણવત્તા જાળવવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતો કર્યો હતો. રોડ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને કામની ગુણવત્તા જાળવવા અપીલ કરતા ચકચાર મચી ગઈ હતી.ઉમરગામ ઔદ્યોગિક જીઆઇડીસી વસાહતના મધ્યમાંથી પસાર થતો ઉમરગામ ટાઉન-સ્ટેશન મુખ્ય માર્ગ નવો બનાવવા માટે સરકારે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે.ઉમરગામ ટાઉન પાવર હાઉસથી સ્ટેશન સુધી બે કિલોમીટર લાંબો સીસી રોડ બનાવવાની કામગીરીમાં કામની ગુણવત્તા સામે યુઆઈએ પ્રેસિડેન્ટ નરેશ બંથ્યાએ સવાલો ઉભા કર્યા છે.તેમણે રોડ બનાવવાની કામગીરીના સ્થળે જઈ વીડિયો બનાવી કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા કરી,આક્ષેપ કર્યો હતો કે, કોન્ટ્રાક્ટરે ટેન્ડર પ્રમાણે કામગીરી કરી નથી.રોડની ગુણવત્તા જાળવવામાં આવતી નથી.તેથી આ રોડ છ મહિનામાં જ ખરાબ થઈ જવાની આશંકા છે.તેમણે અધિકારી અને કોન્ટ્રાક્ટર એજન્સીને ચેતવણી આપવા સાથે ધ્યાન દોર્યું હતું કે ટેન્ડર પ્રમાણે રોડ બનાવવો જોઈએ રોડના કામમાં પોલમપોલ કરી તમારી લાલીયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં.જો તમે તમારા મન પર અડગ રહી કામમાં સુધારો કરવામાં નહીં આવે તો જરૂર પડ્યે આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.ઉમરગામ તાલુકામાં અનેક જગ્યાએ નવા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોડ બનાવવાની કામગીરીમાં ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.પરંતું માર્ગ અને મકાન વિભાગ આ બાબતે કોઇ પગલા લેવામાં નથી આવતાં હોવાનું જાણવા મળતાં તેમની સામે પણ સવાલો અને શંકાઓ પણ ઉભી થઇ રહી છે.તેમની નજર સામે જ બની રહેલા કામને કેમ તેઓ આંખ આગળ આડા કાન કરી નજર અંદાજ કરે છે તેવા અનેક સવાલો તંત્ર સામે પણ ઉઠવા પામ્યા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ