ઉત્તર ભારતમાં ભગવાન શિવને ખૂબ જ પ્રિય એવા શ્રાવણ માસનો પ્રારંભ આજથી થયો છે. શ્રાવણ માસના સોમવારનું અનેરુ મહત્વ હોવાથી આજે દમણના શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.
દમણના દલવાડા સ્થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભક્તોએ શિવલિંગ પર દૂધ, દહીં અને પંચામૃતનો અભિષેક કરી “બમ બમ ભોલેનાથ” ના નાદ સાથે શિવજીને રીઝવવાનો પ્રયાસ કર્યો.ઉપરાંત, ડાભેલના સોમનાથ મહાદેવ મંદિર, ગુજરાત હદમાં આવેલા કુંતેશ્વર મહાદેવ મંદિર તથા કચીગામ મહાદેવ મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. આ શ્રાવણ માસના પવિત્ર અવસરે શિવાલયોમાં ભક્તોની આ ભક્તિ ઉલ્લાસભર્યા માહોલમાં ઉજવાઈ રહી છે.
વાપીથી આલમ શખનો રીપોર્ટ