દાદરા નગર હવેલી | નરોલી ગામના ભવાની માતાના મંદિરમાં ધોળે દિવસે ચોરી: CCTVમાં ઘટના કેદ

નરોલી ગામના ભવાની માતાના પવિત્ર મંદિરમાં ધોળે દિવસે અજાણ્યા ચોરોએ મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્ર ચોરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ ઘટનાના દ્રશ્ય મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા છે. મળતી માહિતી અનુસાર, ચોર મોડી બપોરે મંદિરમાં પ્રવેશ્યો અને કોઈની અવરજવર ન હોવાથી તેણે માતાજીની મૂર્તિ પરથી મૂગટ અને મંગળસૂત્ર ઉતારી લીધું. આ સમગ્ર ઘટના શંકાસ્પદ બની છે અને સ્થાનિક ભક્તોમાં રોષ ફેલાયો છે.

મંદિર સમિતિએ તરત જ પોલીસને જાણ કરી, અને CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ તપાસમાં લાગી છે અને આશા છે કે ઝડપથી આરોપી ઝડપાઈ જશે.
આ પહેલા પણ નરોલીમાં ચોરીની ઘટના બની હતી જેના ચોરોને પણ પોલીસ હજી સુધી પકડી શકી નથી.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 1 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *