દિનપ્રિતિદિન ડીજેના સાઉન્ડો વધતાં ગયા છે. તેમ માનવજીવન તેમજ પ્રાણી પક્ષીઓને ભારે તકલીફો પડતી પણ જોવા મળી આવી છે. ડીજેના સાઉન્ડે યુવાઓનું દિલ જીતી લીધુ પણ વૃદ્ધો તેમજ ગર્ભાવસ્થામાં રહેલી બહેનોના બાળકોના જીવ લઇ લેતાં કિસ્સાઓ પણ સામે આવે છે. જેને લઇ આદિવાસી સમાજના આગેવાનો સાથે સામાજીક કાર્યકર દ્વારા ડીએસપી કચેરીએ આવેદનપત્ર પાઠવી ડેજે સાઉન્ડ બંધ કરવાની માંગ લઇને પહોચી ગયાં હતાં.
લીમખેડા તાલુકાના ભીલ સમાજ પંચના આગેવાનો તેમજ સામાજિક કાર્યકર મળી દાહોદ ડીએસપી કચેરીએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતુ કે ડીજેના સાઉન્ડથી,વૃધ્ધો તેમજ પ્રાણી પક્ષીઓને ડીજેના ભયંકર અવાજ તેમના મગજ અને કાને પડવાના કારણે તેમની છાતીના ધબકારા વધી જતાં હોય છે. જેના કારણે તેમને તકલીફો વેઠવી પડતી હોય છે. જો આ તકલીફ સહન ન કરી શકે એવા માનવ જીવન હોય તો તેમને હાર્ટેએટેક જેવી બીમારીના કારણે તેમનું મૃત્યું થતું હોય છે.તો બીજી તરફ ગર્ભવસ્થામાં રહેલા બાળકને આવા હુંકાર અવાજથી બાળકોનું મૃત્યું થતું હોય છે.જેથી ડીજેના સાઉન્ડ હંમેશનેે માટે બંધ કરવા માંગ કરવામાં આવી છે. સાથો સાથ કલાકારો દ્વારા આદિવાસી સમાજના બિભત્સ ગીતો બનાવી આદીવાસી સમાજની ધાર્મિક લાગણી દુભાવી અપમાન કરે છે. તો આવા ગીતો કલાકારો દ્વારા બનાવવા ન આવે,અને તેના પર હંમેશને માટે પ્રતિબંધ મુકવામાં આવે અને ભવિષ્યમાં જે તે કલાકાર આવી ભૂલ કરી બિભત્સ ગીતો બનાવે, તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તવી માંગ સાથે દાહોદ ડીએસપી કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.