દમણ ભાજપના કાર્યકરોએ પત્રકારોને બોલાવી સંકલ્પ પત્ર જાહેર કર્યો

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દમણ બેઠક ઉપર BJP પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ સહિતના નેતાઓની અધ્યક્ષતામાં તેમજ દાદરા નગર હવેલીના સેલવાસમાં BJP અધ્યક્ષ ઉપરાંત લોકસભા ઉમેદવાર કલાબેન ડેલકર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.દમણ દિવ બેઠક માટે દમણ ભાજપ કાર્યાલય અને દાદરા નગર હવેલી માટે સેલવાસમાં ભાજપ કાર્યાલય પર ભાજપે પત્રકારોને બોલાવી સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. જેમાં સ્થાનિક લોકોને રોજગારી, શ્રેષ્ઠ શિક્ષણ, દમણ અને દિવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં ટુરિઝન વધારવા અને વિકાસના કામોની યોજનાઓ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

ચૂંટણી ઢંઢેરામાં આગામી દિવસોમાં સરકારી નોકરીઓમાં સી અને ડી ગ્રુપમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવશે. દમણ અને દિવ વિસ્તારમાં નવા ટુરિઝમ પોઇન્ટ ઉભા કરવા, દમણ નમો પથ અને રામ સેતુ બીચ ઉપર ઉભા રહેતા સ્થાનિક પાથરણા સંચાલકોને કેબીન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
દમણ દિવ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં મહિલાઓ ની સુરક્ષા માટે મહિલા અયોગની રચના કરવામાં આવશે. સ્થાનિક મહિલાઓને પગભર બનાવવા સેલ્ફ હેલ્પ ગ્રૂપના માધ્યમથી વિવિધ પ્રકારના વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવશે. સાગર ખેડુભાઈઓ, ખેતી કામ કરતા ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ અને દરિયા કિનારે બોટ પાર્કિંગ તેમજ અદ્યતન જેટ્ટી સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.દમણ અને દિવ તેમજ દાદરા નગર હવેલીમાં સારા રસ્તાઓનું નિર્માણ કરવું, પંચાયતી રાજને વધુ મજબૂત બનાવવા ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગર પાલિકાની ચૂંટાયેલી પાંખને વહીવટી સત્તા આપવી. શાળા કોલેજોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શિક્ષકોના સ્ટાફ માં વધારો કરવો, ઉચ્ચ શિક્ષણ ની જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડવી, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપવું, જે વિસ્તારમાં પાણીની તકલીફ છે તેવા વિસ્તારમાં પૂરતું પાણી પહોંચાડવું, સૂર્યોદય યોજના, E બાઇક યોજના માં સબસીડી આપવી, ખાણ અને ખનિજ વિભાગમાં નિયમો હળવા કરી રોયલ્ટી અપાવવા પ્રોત્સાહન આપવું, વિદ્યાર્થીઓ માટે આવાગમન સરળ કરવું, રોજગાર માટે IT પાર્ક, પ્રદુષણ મુક્ત SEZ, ફૂડ પાર્ક ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ ને પ્રોત્સાહન આપવું રમતગમત ક્ષેત્રે યુવાનોને દરેક રમતમાં સારા ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ કીટ, સ્પોર્ટસ કોચ ની સુવિધા આપી સ્પોર્ટસ ક્ષેત્રે નવી તકો આપવી, ઔદ્યોગિક ક્ષેત્રમાં કર્મચારીઓ માટે વેતન વધારો, નવા ઉદ્યોગોને પ્રોત્સાહન જેવા વિવિધ મુદ્દાઓને સંકલ્પ પત્રમાં આવરી લઈ તેની જાહેરાત કરવામાં આવી હતી.

નગર હવેલી અને દમણ દિવ ભાજપ દ્વારા દમણ દિવ બેઠક પર 47 જેટલા મુદ્દાઓને જ્યારે દાદરા નગર હવેલી બેઠક પર 32 જેટલા મુદ્દાઓને આવરી લેતા સંકલ્પ પત્ર બહાર પાડ્યા હતાં. ભાજપના સંકલ્પ પાત્રમાં મોટે ભાગે જે પણ જાહેરાતો કરવામાં આવી છે. તેમાંની વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય ની જાહેરાતો દર વર્ષે કરવામાં આવતી રહી છે. પરંતુ તે બાદ તે માટે ભાજપના ઉમેદવાર દ્વારા કે ભાજપ પક્ષ દ્વારા કોઈ નક્કર પ્રયાસ થયા નથી. એ જ જાહેરાતો ફરી આ વખતના ચુંટણી ઢંઢેરમાં સામેલ કરી મતદારોને ગુલાબી સપના બતાવવાનો પ્રયાસ થયો છે. પત્રકાર પરિષદના અંતે ભાજપ ના હોદ્દેદારોએ સંઘ પ્રદેશની બન્ને લોકસભા બેઠક પરના BJPના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને કલાબેન ડેલકર જંગી બહુમતી સાથે વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *