![](https://www.thepov.in/wp-content/uploads/2025/02/picsart_25-02-09_08-31-03-5649178646559749544506-1024x577.jpg)
દિલ્લી વિધાનસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થતા દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. આ જીતની ખુશી દમણમાં પણ મનાવવામાં આવી હતી. ભાજપ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના પ્રભારી શ્રી દુષ્યંત પટેલજી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલજીના માર્ગદર્શન હેઠળ, દમણ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી ભરતભાઈ પટેલના નેતૃત્વમાં, નાની દમણના મશાલ ચોક ખાતે ભાજપ કાર્યકરો દ્વારા પટાકાં ફોડી, મીઠાઈ અને ચોકલેટ વહેચી વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો.
![](https://www.thepov.in/wp-content/uploads/2025/02/picsart_25-02-09_08-31-14-0488012517014602248428-1024x577.jpg)
ઉજવણી દરમિયાન પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશ ટંડેલ, ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ, શ્રી મહેશભાઈ અગરીયા, પ્રદેશ મંત્રી ફાલ્ગુનીબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતની અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી એસ.પી. દમાણિયા, પ્રદેશ મીડિયા સંયોજક મજીદ લધાની સહિત જિલ્લા મંડળોના અધ્યક્ષ અને અનેક કાર્યકરો હાજર રહ્યા.
ભાજપ કાર્યકરોએ દેશભક્તિના નારાઓ સાથે જીતની ખુશી મનાવી હતી.