સંઘ પ્રદેશ દમણ ખાતે રહેતા એક પરિવારની 11 વર્ષની સગીરા સાથે નજીકમાં રહેતા યુવકે મિત્રતા કેળવી હતી. નજીકમાં રહેતા યુવકે 11 વર્ષની સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે દમણથી 12 ઓગષ્ટ 2021ના રોજ સગીરાનું અપહરણ કરી ગયો હતો. થોડા સમય બાદ સગીરા ઘરે પરત ન ફરતા સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની ઘરના આજુબાજુના વિસ્તારમાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી.
દમણ અને આજુબાજુના સંભવિત સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરા ક્યાંય મળી ન આવતા 13મી ઓગષ્ટ 2021ના રોજ.સગીરાના પરિવારના સભ્યોએ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દમણ પોલીસે તે કેસમાં ઝીણવટભરી તપાસ હાથ.ધરી હતી. તે કેસમાં દમણ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણ પોલીસે 5મી સપ્ટેમ્બર 2021ના રોજ સગીરાને UPથી શોધી કાઢવા સફળતા.મળી હતી. દમણ પોલીસે સગીરાનું મેડિકલ કરાવી સગીરા નિવેદન મેળવતા સગીરા સાથે દમણમાં રહેતા યુવકે લગ્ન કરવાની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. દમણ પોલીસે પોકસો સહિતની કલમો ઉમેરી આગળની તપાસ કરતા આરોપી મોહમ્મદ અઝહરુદ્દીન ઉર્ફે અઝહર ઉર્ફે રિંકુ મંજૂર હુસૈનની 7 સપ્ટેમ્બર 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે કેસ દમણની સેશન્સ કોર્ટમાં ચાલી જતા દમણની સેશન્સ કોર્ટના સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાયની અસરકારક દલીલો સગીરાનો મેડિકલ રિપોર્ટ અને સગીરાના નિવેદન અને પુરાવાઓને ધ્યાને રાખીને દમણ સેશન્સ કોર્ટના જજ શ્રીધર એમ. ભોસલેએ દમણની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપી મોહમ્મદ અઝહરુદ્દીન ઉર્ફે અઝહર ઉર્ફે રિંકુ મંજૂર હુસૈનને 20 વર્ષની સખત કેળની સજા ફટકારતો હુકમ કર્યો છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ