કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે બ્રિટિશ સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ માટે ગૌરવની વાત છે કે ભારતની આઝાદી પછી 77 વર્ષની લાંબી રાહ જોયા બાદ આજે પ્રથમ વખત દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલને લંડનની પાર્લિયામેન્ટમાં ભારતનું પ્રતિનિત્વ કરવાનો મોકો મળ્યો હતો.
લંડનમાં બ્રિટિશ સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક, સાંસદ ઉમેશભાઈ પટેલે બ્રિટિશ સંસદમાં સુશાસન પર ભારતનું મજબૂત પ્રતિનિધિત્વ કર્યું. ઉમેશભાઈ પટેલ દમણ અને દીવના પહેલા સાંસદ બન્યા જેમને વિદેશની સંસદમાં બોલવાની તક મળી હતી. બ્રિટિશ સંસદમાં આયોજિત ઈન્ડો યુરોપિયન ઈન્ટરનેશનલ બિઝનેસ કોન્કલેવમાં ભારત અને અન્ય દેશોના સાંસદો, ધારાસભ્યો અને ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે જે 11 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે, સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા કરી છે. વધતી જતી પ્રતિષ્ઠા અને વ્યાપાર અને વિકાસના મુદ્દે તેમણે અન્ય તમામ દેશોના પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કર્યું, જેના કારણે સંસદમાં બેઠેલા તમામ મહેમાનોએ સાંસદ ઉમેશ પટેલના નિવેદનની પ્રશંસા કરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ