તાજેતરમાં ગળતેશ્વર તાલુકાની વનોડા ગામની પે સેન્ટર શાળામાં DDO/TDOએ મુલાકાત લીધી હતી.જેમાં તેઓ શાળાનાં વર્ગખંડમાં જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી.આ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસિસથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જોઈ પ્રભાવિત થયા હતા.

DDO/TDO શાળાનો પરિચય અને મુલાકાત લઇ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખૂબ જ સારું ભણો તેવી શુભેચ્છા પાઠવી હતી.ત્યારબાદ મધ્યાહન ભોજન તેમજ શાળાની સ્વચ્છતા અને શાળાની પ્રસંશનીય કામગીરી જોઈ શાળા પ્રત્યેનો પોઝિટિવ વિચાર મૂકીને ગયાં હતાં.
ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ