દમણના દેવાકા પોઇન્ટ બીજ દરિયા કિનારેથી એક અજાણ્યાં પુરુષની લાશ મળી આવતાં ચકચાર મચવા પામી હતી. ગઇકાલે આ લાશ મળતાં તે સળી ગયેલી હાલતમાં જોવા મળતાં સ્થાનિકો જોઇને ગભરાઇ ગયાં હતાં, ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ સ્થળ પર આવી લાશને ઓળખી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સંઘ પ્રદેશ દમણના દેવકા સેલ્ફી પોઇન્ટ બીજ દરિયા કિનારેથી એક અજાણ્યા પુરુષની સળી ગયેલ અવસ્થામાં લાશ મળવા પામી છે. શનિવારના રોજ સાંજે 5:30 કલાકની આસપાસ દેવકા નમો પથ સેલ્ફી પોઇન્ટ પાસેના દરિયા કિનારે એક અજાણ્યા પુરુષની લાશ મળી હોવાની જાણકારી પોલીસને મળવા પામી હતી. જે બાદ પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર જઈ તપાસ કરતા આશરે 35 થી 40 વર્ષના એક પુરુષની સડી ગયેલ અવસ્થામાં મળી હતી. પોલીસના અનુમાન પ્રમાણે આ લાશ છ થી સાત દિવસ પહેલાની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો પોલીસે અજાણ્યા પુરૂષની લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ