ભુમેલ ચોકડીથી કણજરી જતા દાંડીમાર્ગની દુર્દશા અંગે ઘટતી કાર્યવાહીની માંગ

નડિયાદના ભુમેલ ચોકડીથી કણજરી તરફ જતો દાંડીમાર્ગ હાલ ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પર દરરોજ 25,000થી વધુ વાહનોની અવરજવર થાય છે, જેમાં વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. આ ચોકડી નેશનલ હાઇવેને અડીને આવેલી હોવાથી અહીં વાહનોની સંખ્યા અને અવરજવર ખૂબ જ વધારે છે.


આ રસ્તો અપૂરતો અને અવ્યવસ્થિત હોવાના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. રસ્તા પર લાઇટની સુવિધા ન હોવાથી રાત્રે વાહન ચલાવવું અત્યંત જોખમી બની રહ્યું છે. સર્વિસ રોડનો અભાવ અને રસ્તાની સાંકડી પહોળાઈને કારણે એસ.ટી. બસો, ટ્રકો અને અન્ય મોટા વાહનોની અવરજવરમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે, જે અકસ્માતનું જોખમ વધારે છે.

આ સમસ્યાના નિવારણ માટે સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા સત્વરે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે ખેડા જિલ્લા કલેકટરશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેર (રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ, આણંદ) અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (અમદાવાદ)ને નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

ખાસ કરીને, ભુમેલ ચોકડી પાસેના મોટા ઢાળ વિસ્તારમાં નિયમાનુસાર ગટરનું નિર્માણ અથવા રસ્તાને પહોળો કરવાની માંગ કરવામાં આવી છે.
અધિકારીઓને વિનંતી કરવામાં આવે છે કે આ માર્ગનું સમારકામ, લાઇટની સુવિધા અને સર્વિસ રોડનું નિર્માણ કરીને અકસ્માતની શક્યતાઓ ઘટાડવા તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી લોકોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થાય.

ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *