
વાપી: કચીગામ વિસ્તારના ગણેશ ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં આવેલા નાળામાં કંપનીઓ દ્વારા મસ્તમોટો વેસ્ટ ફેંકી શકાય છે, જેનાથી પર્યાવરણને ગંભીર અસર થઈ રહી છે. આ અંગે સ્થાનિકોએ પ્રશાસનને કાર્યવાહી કરવા માટે રજુઆત કરી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કચીગામ નદીમાં વહી જતા નાળામાં કેટલાક ઉદ્યોગો ગેરકાયદેસર રીતે રાસાયણિક અને અન્ય ઉદ્યોગકચરો ફેંકી રહ્યા છે. થોડા દિવસો અગાઉજ આ વિસ્તાર નવી ડમ્પીંગ સાઇટમાં પરિવર્તિત થઈ ગયો હતો, જેનાથી પ્રદૂષણ વધી રહ્યું છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ ડમ્પીંગ સાઇટમાં ઉદ્યોગો ખુલ્લેઆમ કચરો ઠાલવી અને તેને સળગાવી રહ્યા છે, જેના કારણે વર્ષો જૂના પીપડા જેવા વૃક્ષો પણ નુકસાન પામ્યા છે.પ્રશાસન દ્વારા આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે. કચીગામ પંચાયત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ થોડા જ દિવસોમાં ફરી ઉદ્યોગો દ્વારા નાળામાં કચરો ઠાલવવામાં આવ્યો છે.

પર્યાવરણને થતા આ નુકસાનને ધ્યાનમાં રાખીને પ્રશાસને CCTV કેમેરા લગાવવાનો આદેશ આપ્યો છે, જેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો તેની ઓળખ કરી શકાય.સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણને રોકવા માટે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

તંત્રે પણ વાયદો આપ્યો છે કે CCTV ફૂટેજના આધારે જે કંપની જવાબદાર હશે, તેના પર કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. જો આ સમસ્યા પર અસરકારક નિયંત્રણ નહીં લાવવામાં આવે, તો પ્રદૂષણની અસર સમગ્ર વિસ્તારમાં ફેલાઈ શકે છે.
વાપી થી આલમ શેખ..