દમણમાં પોશ સોસાયટીના બંગલામાં IPL પર સટ્ટો રમાતું પકડાયું, ડેપ્યુટી કલેક્ટરની ટીમે પાડ્યો છાપો, 3ની ધરપકડ

દમણના એરપોર્ટ રોડ પાસે આવેલી પોશ ‘ધ એડ્રેસ’ સોસાયટીના બંગલા નં. RH-83 D2 માં રવિવારની મોડી સાંજે મોટી કાર્યવાહી થઇ હતી. મળતી માહિતી અનુસાર દમણના ડેપ્યુટી કલેક્ટરને ખાનગી સૂત્રો મારફતે બાતમી મળી હતી કે ઉક્ત બંગલામાં IPL પર ઓનલાઈન સટ્ટો ચલાવવામાં આવી રહ્યો છે.

આ માહિતીના આધારે ડેપ્યુટી કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચી છાપો માર્યો હતો. જો કે બંગલો અંદરથી બંધ હોવાથી પોલીસે દરવાજો ખોલાવી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર તપાસ કરતાં એક વ્યક્તિ હાઇ-ઇન્ટરનેટ કનેકશન મારફતે IPL પર સટ્ટો રમતો ઝડપાયો હતો.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંગલામાંથી ત્રણ શંકાસ્પદ લોકોને પકડી પાડ્યા હતા અને બંગલાની બહાર પાર્ક કરેલી રાજસ્થાન નંબરની કારની પણ તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને બંગલાની અંદરથી 8 લૅપટોપ અને અનેક મોબાઇલ ફોન મળ્યા હતા, જેને કબ્જે લેવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગલો મુંબઈની એક મહિલાનું છે અને તેને પુનિત ચૌહાણ નામના વ્યક્તિને મહિને 24,500 રૂપિયાના ભાડે 1 ઓક્ટોબર, 2024થી આપ્યો ગયો હતો.

વિશેષ ઉલ્લેખનીય છે કે, આ બંગલો પોલીસ હેડક્વાર્ટર્સની નજીક આવેલ હોવાથી આઈ.પી.એલ. સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ત્યાંથી ચલાવાય રહી હોવી, તે સ્થાનીક પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થાની કાર્યશૈલી પર અનેક પ્રશ્નચિન્હ ઉભા કરે છે.

છાપામારી બાદ 22 કલાક વિતી જવા છતાં આ કેસ સંદર્ભે પોલીસ વિભાગ તરફથી કોઈ અધિકૃત જાણકારી જાહેર કરવામાં ન આવી હોવાને લઈને પોલીસની કામગીરી અંગે શંકા અને ચિંતાના ભાવ ઊભા થઇ રહ્યા છે.

દમણ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *