મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના ટ્રેલર લોન્ચ કરતાં જ્હાનવી કપૂરે ધોનીના વખાણ કર્યાં
જ્હાનવી કપૂરની સાથે રાજ કુમાર રાવ વચ્ચે શાનદાર લવ સ્ટોરી જોવા મળશે
હાલમાં જ એક ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેનું ટ્રેલર જોતા જ ક્રિકેટ પર પર આધારિત ફિલ્મ બનાવી છે તેવું જોવા મળશે. મંગળવારે જ્હાનવી કપૂર અને રાજકુમાર રાવ ફિલ્મના સોંગ લોન્ચિંગ ઇવેન્ટમાં પહોંચ્યા હતાં. જેમાં તેમણે સવાલ જવાબ કરતાં એક સવાલ પૂછવામાં આવ્યો કે મહેન્દ્ર સિંહ ધોનીના કેટલાં મોટા ફેન્સ છે, અને શું તે તેને આ ફિલ્મ બતાવશે? જેના પર રાજકુમાર રાવે કહ્યું કે અમે શું… આખી દુનિયા તેમની ફેન છે.અને અમે તેમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.
જ્હાનવીએ કહ્યું કે આપણે બધા તેના ફેન છીએ.કેમકે તેમને આપણા દેશ માટે ઘણું કર્યું છે. હું કહેવા માંગુ છું કે અમે માત્ર તેમને એટલાં માટે પ્રેમ નથી કરતા કે તે એક ક્રિકેટર છે. પરંતુ મને તેનો સ્વભાવ, તેના સિધ્ધાંતો, અને તે જે પ્રકારનો વ્યક્તિ છે,માટે તેનું સમગ્ર વ્યક્તિત્વ અમને ગમે છે. મને યાદ છે કે એક વખતે ધોનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે પરીણામ માટે નહિ પણ પ્રક્રિયા વિશે છે.જો તમે પ્રક્રિયાને પ્રમાણિકપણે અનુસરો અને તેના માટે સખ્ખત મહેનત કરશો તો તેનું પરીણામ આપોઆપ દેખાશે.જો તમે સખત મહેનત કર્યા પછી પરીણામ ન જુઓ તો કોઈ વાંધો નથી. જ્હાનવી કહે છે કે ફિલ્મ ” મિસ્ટર એન્ડ મિસિસ માહ”મહેન્દ્ર સિંહ ધોનીને બતાવવા માંગીએ છીએ. પરંતુ મને લાગે છે કે તે ખૂબ જ વ્યસ્ત હશે.આ ફિલ્મ 31 મે ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.જેમાં જ્હાનવી કપૂર અને રાજકુમાર રાવની શાનદાર લવ કેમિસ્ટ્રી જોવા મળશે