
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાં આવેલી ખેત તલાવડીમાંથી કુડલા ગામની રંજન પટેલ નામની મહિલાનો મૃતદેહ મળી આવાના મામલાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. આ મહિલાની હત્યા દિલીપ ડામોર નામના ભુવાએ હત્યા કરી નાખી હોવાની ચોકાવનારો ખુલાસો કર્યો હતો. સમગ્ર મામલે પ્રેમ સંબધ હોવાનો પણ ખુલાસો થયો હતો. મરણ જનારી પરણિતા રંજન પટેલ પરિણત હતા પણ તેમને ભુવા સાથે આંખો મળી ગઈ હતી. જોકે પતિ સાથે અણબનાવ થતા પરણિતાએ ભુવા સાથે રહેવાની જીદ પકડી હતી. પણ ભુવાએ તેને ન રાખવી હોઈ તેથી ડુમેલાવ ગામે દર વખતે મળતા હતા ત્યા બોલાવીને સાયકલની બ્રેકનો વાયર નો ગાળિયો બનાવીને હત્યા કરી નાખી હતી. આ મામલે આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમા આવેલી ખેત તલાવડી પાસેથી કુડલા ગામની મહિલા રંજન બેન પટેલની વાયરનો ગળે ટુપો દીધેલી હાલતમા લાશ મળી આવી હતી. આ મામલે તેના પરિવારજનો દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. જીલ્લા નાયબ પોલીસ વડાની આગેવાની હેઠળ ટીમ બની હતી. શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી સહિતનો સ્ટાફ,સહિતની ટીમો હત્યાના ભેદ ઉકેલવા કામે લાગી હતી. આ મામલે ટેકનીકલ એનાલિલીસ અને હ્યુમન સોર્સની તપાસ કરતા એક શકમંદ ઈસમ દિલીપભાઈ ગલાભાઈ ડામોર રહે માતરીયા પોલીસની રડારમા આવ્યો હતો. આ મામલે પોલીસે કડકાઈથી પુછપરછ કરતા પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા. સમગ્ર વિગત જણાવી દીધી હતી. આજથી એક વર્ષ ઉપર રામાપીરનો પાટ ભરવા માટે જતા હતા ત્યા અને આ રંજનબેન તથા તેમના પતિ મારા ઘરે આવતા જતા રંજનબેન સાથે આંખો મળી ગઈ હતી. અને રંજનને આર્થિક સહાય પણ કરતો હતો અને પ્રેમસબંધ બંધાઈ ગયો હતો. અને ફોન પર વાતો થતી અને ખાનગીમાં ડુમેલાવ અને કુડલા ગામના જંગલમા મળતા હતા. પાછલા એક મહિનાથી રંજનબેનને તેમના પતિ સાથે અણબનાવ બનતા તેને રહેવાની ના પાડી હતી. આથી રંજન દ્વારા દિલિપ ભુવાને કહેવામા આવ્યુ કે મને લઈ જાઓ પણ ભુવાને લઈને લઈ ન જવી હોઈ આથી તેણે સાઈકલની તુટેલી બ્રેકનો વાયર લઈ જઈ બાધા પુરી કરવાની છે તેમ કહીને બ્રેકનો વાયરનો ગાળિયો બનાવીને હત્યા કરી નાખી હતી. મોબાઈલ ફોન પાદરડી ગામના તળાવ પર ફેકી દીધો હતો.શહેરા પોલીસની ઝીણવટ ભરી તપાસ અને અથાગ પ્રયાસથી આ સમગ્ર મામલાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. શહેરા પોલીસે આરોપી દિલીપ ડામોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ શહેરા થી વિજયસિંહ સોલંકી..