યુવકના આખરી શબ્દ: જ્યાં સુધી હુ જીવું છુ ત્યાં તને નારી કેન્દ્રમાંથી બહાર નહીં આવવા દે
પ્રેમ એ ક્યારે નાત જાત કે ધન દોલત જોઇને નહિ થતો, પરંતુ જ્યાં એકબીજાના મનનો મેળાપ થઈ જાય ત્યાં પ્રેમ થઇ જાય છે.આવો જ એક કિસ્સો ડીસામાં સામે આવ્યો છે.ડીસાના ભોયણ ગામનાં યુવકે પ્રેમના વિરહમાં શુક્રવારના રોજ એસિડ ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું.ભોયણ ગામનાં યુવકને સમાજની જ યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો.જેથી એક વર્ષ પહેલાં જ આ બંને પ્રેમી ભાગી ગયાની ફરિયાદ નોંધાઇ હતી.જેનાં આધારે યુવકને જેલનાં હવાલે કર્યો અને અને યુવતીને નારી સંરક્ષણમાં મોકલી દેવામાં આવી હતી.
યુવક જેલમાંથી છૂટીને બહાર આવ્યા બાદ તેને સમાજના ચાર લોકો વડે યુવતીને ભૂલી જવાની ધમકી અને 5 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જેથી યુવક પાસે પૂરતા પૈસા ન હોવાથી યુવતીના પરિવારને કગરતો રહ્યો અને પગે પડી પ્રેમિકા આરતીને મેળવવાની ભીખ માંગી પરંતુ યુવતીના પરિવારજનો યુવકની વાત માની નહિ, અંતમા હુ મોતને વ્હાલું કરીશ તો જ તને બહાર કાઢશે માટે હુ મોતને વ્હાલું કરું છુ તેવું યુવકે સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું.યુવકે એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.જેથી તેણે તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો, પરંતુ તેની તબિયત વધારે લથડતાં પાલનપુર રિફર કરવામઅધૂ આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જેને લઇ ડીસા તાલુકા પોલીસે ધમકીઓ આપનાર ચાર લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી
બનાસકાંઠાથી અશોક રણાવસિયાનો