સીમલીયા બારીયા ફળી ગામે જીલ્લા LCBએ રેડ પાડી દારુની બોટલોનો અધધધ જથ્થો ઝડપ્યો

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા બારીયાફળી ગામેથી લોકલક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ કરીને વિદેશી દારૂના કવાટરીયા નંગ- ૧૧પ૨ કિ.રૂ.૧,૧૫,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ ગોધરા રેન્જ, પોલીસ મહાનિરીક્ષક, આર.વી.અસારી, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક,જયદીપસિંહ જાડેજાએ જિલ્લામાં દારુ જેવી અસામાજીક પ્રવૃતિઓને નાબુદ કરવા માટે જરુરી સુચાનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.જેથી તે વાતને ધ્યાને લઇ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઇ, એલ.સી.બી.ગોધરાના એલ.સી.બી.સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી બુટલેગરોને પકડવા છાપો મારવાની સુચના આપવામાં આવી હતી.જેથી ગોધરા એલ.સી.બી ટીમને ખાનગી બાતમી મળી હતી કે સીમલીયા બારીયાફળી ગામે ભટોડ ફળીયામાં રહેતો ભુરાભાઈ ચંદુભાઈ બારીયા જે તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી મુકી રાખ્યો છે.આથી બાતમીના આધારે એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે સીમલીયા બારીયાફળી ગામે ભુરાભાઈ ચંદુભાઈ બારીયાના ઘરે ઓચિંતા છાપો મારતાં પ્રોહીબન મુદ્દામાલ મળી આવ્યો હતો.ક્વાટર નંગ-૧૧૫૨ કી.રૂ.૧,૧૫,૨૦૦/-જપ્ત કરીને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *