લુણાવાડા ટાઉન વિસ્તારમાં રૂ. ૫,૭૬,૨૯૪-/નો વિદેશી દારૂ તથા આઇસર વાહન કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂ. ૨૩,૪૮,૬૭૪/ના સાથે બે આરોપીને એલસીબીએ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગર જીલ્લામા એલ.સી.બી.પોલીસની ટીમ લુણાવાડા ટાઉન વિસ્તારમાં પ્રોહીગુન્હાઓને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.તે સમયે ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે, એક બંધ બોડીની મરૂણ કલરની આઇસર ટ્રકમાં ડ્રાઇવર કેબીનના પાછળના ભાગે બોડીમાં ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો ભરી સંતરામપુર તરફથી લુણાવાડા થઇ અમદાવાદ તરફ જવાના છે. જેથી બાતમીને આધારે કંકા તળાવ નજીક મરૂણ કલરની આઇસર ટ્રક સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવતી જોઇને ટ્રકને રોડ ઉપર ટ્રાફીક જામ કરી રોકી હતી. આઇસર ટ્રકની તપાસ કરતાં ટ્રકનું આગળનું કેબીન ખોલી કેબીનના પાછળના બોડીના ભાગમાં ચોરખાનાનું પતરૂ ખોલી અંદર નજર ફેરવતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના પુઠાના બોક્ષમાં બોટલો નંગ.-૨૧૬૯ કીંમત રૂપિયા.૫,૭૬,૨૯૪/ની મળી આવેલ જેથી આઇસર ટ્રકની કીંમત રૂપીયા.૧૦,૦૦,૦૦૦/-તથા એક મોબાઇલ ફોન કીંમત રૂપીયા.૧૦,૦૦૦/- તથા બીલ્ટી મુજબની મશીનરી કિંમત રૂપીયા.૭,૬૪,૩૮૦/- મળી કુ રૂપીયા. ૨૩.૪૮.૬૭૪/-નો મુદ્દામાલ અને બે ઇસમોને ઝડપી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કરવામાં આવી હતી.
મહીસાગરથી ભીખાભાઈ ખાંટનો રીપોર્ટ