![](https://www.thepov.in/wp-content/uploads/2025/02/picsart_25-02-08_17-38-31-7864980022236005263360-1024x576.jpg)
ઉમરગામ: DFCCIL (Dedicated Freight Corridor Corporation of India Limited) દ્વારા બનાવવામાં આવેલા ઉમરગામ રેલવે ઓવરબ્રિજ (ROB) નાં બંને છેડા અકસ્માત ઝોનમાં ફેરવાઈ ચૂક્યા છે.ROB પાસે સતત ટ્રાફિક જામી રહે છે અને અસંખ્ય વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વિશેષ વાત એ છે કે, સોળસુંબા અને દહાડ ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યો DFCCILના અધિકારીઓ સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરાવવા માટે અસમર્થ દેખાઈ રહ્યા છે.ROB નાં ડિઝાઇનમાં ત્રૂટિ હોવાના કારણે અહીં અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, છતાં કોઈ સમાધાન લાવવામાં આવ્યું નથી.
અધિકારીઓએ ROB નાં છેડાં બદલવાની ભૂલ સ્વીકારવાને બદલે, પોલિસને કાયમી ધોરણે ટ્રાફિક વ્યવસ્થા માટે તહેનાત કરી દીધી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો ROB નાં છેડા અને સર્વિસ રોડમાં થોડીક ફેરફાર કરાયા હોત, તો અકસ્માતો અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ ટાળી શકાત.
વાહનચાલકો અને સ્થાનિક લોકો ROB ની બેજવાબદાર રચના સામે આક્રોશિત છે અને તેઓ પ્રશાસન અને DFCCIL પાસે તરત સુધારણા લાવવાની માંગણી કરી રહ્યા છે. જો તંત્ર ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં લે, તો લોકો મોટાપાયે વિરોધ કરવાની તૈયારીમાં છે.