ખંભાત : જીઆઇડીસી માં ATS દ્વારા દરોડા પડતા પકડાયું 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું રૉ-મટિરિયલ.

કોભાંડમાં કંપનીના માલિક, ભાગીદાર તેમજ કર્મચારી સહિત ૬ લોકો!


ખંભાતના સોખડા ખાતે આવેલી જી.આઇ.ડી.સી.માં ગ્રીન લાઈટ કંપની માં ats સ્કોર્ડ અમદાવાદનાં ૬૦ જેટલા   કર્મચારીઓ, અધિકારઓની ટીમે દરોડા પાડ્યા હતા.

પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતી ગ્રીન લાઈટ કંપની
પર ats ની ટીમે ગુપ્ત સર્ચ ઓપરેશન શરૂ કરી તપાસ કરતા ઘેનની ગોળીઓ બનાવવામાં  દવામાં વપરાતા કેમિકલની આડમાં ડ્રગ બનાવાતું હોવાની બાતમીને આધારે દરોડા પડતાં ૧૦૦ કિલો પાવડરને જથ્થો મળી આવ્યો હતો,

જેની કિંમત સો કરોડ ઉપરાંતની થવા જાય છે આ બાબતે એ.ટી. એસે. આ કોભાંડમાં કંપનીના માલિક, ભાગીદાર તેમજ કર્મચારી સહિત ૬ લોકોને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે,

આ ડ્રગ કોભાંડમાં  કોણ કોણ સામેલ છે અને એના તાર ક્યાં સુધી પહોંચ્યા તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ગ્રીન લાઈટનાં કંપનીના માલિકો મૂળ અમદાવાદના છે

આ કંપની માલિકોને ats એ ઝડપી પાડી અમદાવાદ કચેરી ખાતે સઘન પૂછપરછ હાથ ધરી છે.


ખંભાતની સોખડા જી.આઇ.ડી.સી.માં એ.ટી.એસ.ના દરોડા.
૧૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *