દારુના નશામાં કાર ચાલકે વાપીના બલીઠા રેલવે ફાટકની ટ્રેક ઉપર કાર દોડાવાનો પ્રયાસ કર્યો

કાર ચાલકના કારનામાથી મુંબઈ તરફ જતી ટ્રેનો 4 કલાક લેટ થઇ

વલસાડ જિલ્લાના વાપીના બલીઠા રેલવે ફાટક પાસે દમણ તરફથી વાપી હાઇવે તરફ જતી એક કાર ન. GJ-05-RF-2843નો ચાલકે બલીઠા રેલવે ફાટક બંધ કરવાના સમયે પુરપાટ ઝડપે અને ગફલાતભરી રીતે કાર હંકારી લાવી કારના ચાલકે કારને રેલવે ટ્રેક ઉપર દારૂના નશામાં સુરત તરફ હંકારી મૂકી હતી. બલીઠા રેલવે ફાટક ઉપર ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનને અટકાવી દેવાનો સિગ્નલ આપ્યો હતો.જેને લઈને ટ્રેનના ચાલકે બલીઠા રેલવે ફાટક પાસે ટ્રેનને અટકાવી મોટો ગંભીર અકસ્માત થતા અટકાવ્યો હતો.

ઘટનાની જાણ વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને થતા તાત્કાલિક રેલવેના ટેક્નિષ્યનોની ટીમ બોલાવી રેલવેના ગેન મેનની ટીમ સાથે બલીઠા રેલવે ફાટક પાસે દોડી આવ્યા હતા. રેલવે ટ્રેક ઉપર આવી ગયેલી I 10 કારને રેલવે ટ્રેકથી દૂર કરવા માટે રેલવેના કામદારોને 30 મિનિટથી વધુનો સમય લાગ્યો હતો. રેલવે ટ્રેક ઉપર ટ્રેનને નડતર રૂપ કાર દૂર કરી રેલવેના કર્મચારીઓએ મુંબઈ તરફ જતો ખોરવાયેલો રેલ વ્યવહાર સામાન્ય કર્યો હતો. ઘટનાને લઈને વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે કાર ચાલક યુવકને RPFને સોંપ્યો હતો. વાપી RPFની ટીમે યુવકની ધરપકડ કરી અગલની તપાસ હાથ ધરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *