સંઘપ્રદેશ દમણમાં બુધવારના રોજ વરસી રહેલા વરસાદ અને ખાસ કરી ને બપોરની મોટી ભરતીને કારણે દરિયાના ધમધસતા મોટા મોજા દેવકાના નામોપથ ની દીવાલ સાથે અથડાઈ ને છેક 15 થી 20 ફૂટ ઉપર ઉછળી દરિયાનું પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું. જેને પગલે નામોપથ રસ્તા પર દરિયાઈ પાણી ફરી વળતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ સાથે જ અહીથી પસાર થતાં વાહન ચાલકોએ પણ તકેદારીના ભાગરૂપે પોતાના વાહનો ને રસ્તા નીનેક બાજુએથી લઈ જઈને રસ્તા પરથી પસાર થવું પાડ્યું હતું. ત્યારે મોડી રાત બાદ રસ્તા પર ફરી વળેલા દરિયાઈ પાણી ઓસરી જતાં પાણી તો રસ્તા પરથી દૂર થઈ જવા પામ્યું હતું. પરંતુ દરિયાના પાણીના વહેણ સાથે મોટી માત્રામાં દરિયાઈ રેતી પણ રસ્તા પર જમાં થઈ જવા પામી હતી. જેને કારણે અહીથી પસાર થતાં મોટાભાગના મોટર સાયકલ સવાર ચાલકોના પડવા વાગવાના બનાવ બનવા પામ્યા હતા. ત્યારે નપોપથ પર મોટી માત્રામાં રેતીના થર પથરાયેલા હોવાની જાણ દમણ નગર પાલિકા અને પી.ડબલ્યુ.ડી. વિભાગની ટીમને થતાં આજરોજ કામદારો દ્વારા જે.સી.બીની મદદ વડે પાવડા અને તગારા સાથેના કામદારોએ રસ્તા પર પથરાયેલી રેતીના થર ને દૂર કરવાની કામગીરી કરી હતી. જેને લઇ અહીંથી પસાર થતા વાહન ચાલકો અને ખાસ કરી ને પર્યટકો ને મોટી રાહત થવા પામી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ