ચોમાસાની ઋતુમાં સંજાણ રેલવે સ્ટેશનનાં નવિનીકરણ કામ ચાલી રહ્યું છે, જે મુસાફરો માટે મોટી અડચણરૂપ બની ગયું છે. રેલવે સ્ટેશન પરિસરમાં રીક્ષા અને અન્ય વાહનોની અવરજવર વધતા મુસાફરોને સ્ટેશન સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.
સંજાણ રેલવે ટીકીટ બારી સુધી મુસાફરોને પહોંચવામાં ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. વધુમાં, રેલવે પ્લેટફોર્મ નંબર ૨ અને ૩ પર જવા માટે ફુટ ઓવરબ્રિજની ઉંચાઈ વધારવામાં આવી હોવાથી, ખાસ કરીને વૃદ્ધ મુસાફરો માટે આ રસ્તો ત્રાસદાયક બની ગયો છે. અનેક વૃદ્ધ મુસાફરોને ઓવરબ્રિજ ચઢતી વખતે હાંફ ચડી જવાનો અનુભવ થતો રહે છે.રેલવે તંત્રએ ટ્રાફિક અને મુસાફરોની સુવિધાઓ બાબતે વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ કામ ચોમાસાંમાં જ કેમ શરૂ કરાયું તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે, કારણ કે આ ઋતુમાં મુસાફરોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.મુસાફરો રેલવે તંત્ર પાસે વિનંતી કરી રહ્યા છે કે આ પરિસ્થિતિને સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને નવિનીકરણ કામ ઝડપથી પૂરું કરી મુસાફરોને રાહત અપાય.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ