ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલા નર્મદા કેનાલ પાસે અકસ્માતમાં ઘવાયેલી ગાયનુ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર કર્યા બાદ તેને જીવતદાન આપવામા આવ્યુ હતું.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાનાં અમદાવાદ રોડ પર પોલીસ ચોકી નર્મદા કેનાલ પુલ પાસે ગાયનું અજાણ્યા વાહને અડફેટ આવી જતાં તેને અકસ્માત નડ્યો હતો,જેથી તે ગંભીર રીતે ઘવાઇ હતી..તેવામાં કોઈ રાહદારીએ 1962 નંબર ઉપર જાણ કરતા કરૂણા ગોધરા ટીમ પાઇલોટ રાજેન્દ્રસિંહ ચૌહાણ ડૉક્ટર આંચલ પટેલ ને કોલ મળતા તુરંત જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પશુને જરૂરિયાત પ્રમાણે સારવાર પુરી પાડી હતી, અને મોત નાં મુખમાંથી બચાવી હતી. સમયસર સારવાર મળી જતા ગાયનો જીવ બચી જતા રાહદારીએ રાહતનો શ્વાસ લીધો હતો.સારવાર કર્યા બાદ ઘાયલ પશુને વધુ સારવાર માટે ગોધરા ખાતે ખસેડવામાં આવ્યું હતું.આમ કાર્યમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962 ની સેવા સાચા અર્થમાં સેવા વરદાન રૂપ નિવડી હતી.
પંચહાલલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ