લુણાવાડા સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના મેળાનું શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીડોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું

મહીસાગર જિલ્લાના સંતરામપુરની એક આગવી ઓળખ એટલે રવાડીનો મેળો, રવાડીનો મેળો એટલે સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય, સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના મેળાનું આયોજન વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ આ મેળાનું આયોજન કરી કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહા પર્યુષણપર્વ ઉજવણી કરે છે. અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી(લાકડાનો અને ચાંદીનો રથ) આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડીને તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જૈન સમાજના લોકો ડાંડીયારાસની રમઝટ બોલાવે છે અને દિવસ રાત આ રથયાત્રા ફરે છે. અને બીજા દિવસે આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર નેહા કુમારી, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઇ વળવાઈ, નગરપાલિકા ચીફ ઓફીસર દિપસિંહ હઠીલા, પ્રાંત અધિકારી, મામલતદાર, પાલિકાના કોર્પોરેટરઓ, સરપંચો, સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *