વાપીમાં એવી ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં ગટરમાં પડવાથી બચવામાં યુવાન બાઈક પકડવા ગયો બાઈક પણ તેની સાથે જ ગટરમાં પડતા રમૂજ ફેલાઈ ગઇ હતી.જો કે આ ગટરને કારણે તંત્રની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે.મળતી વિગતો મુજબ વાપીના ગુંજન ઓવરબ્રિજ પાસે આવેલી જીવનદીપ હોસ્પિટલમાં નોકરી કરતો નિતેશ જુંજ આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો ત્યારે હોસ્પિટલ નજીક જ વરસાદી પાણી નિકાલ માટેની ખુલ્લી ગટર હોય અને એજ ગટરમાં યુવાન પડ્યો હતો..જોકે તેને ખુલ્લી ગટરમાં પડવાનો અંદાજ આવી જતા ગટરમાં પડી ન જવાય તે માટે ગટરની બાજુમાં પાર્ક કરેલી બાઇકને નિતેશે પકડી લીધી હતી.પરંતુ નસીબે સાથ ન આપતાં તે બાઈક સાથે જ ગટરમાં પડતા નજરે જોનારાઓમાં રમૂજ ફેલાઈ ગઈ હતી.બનાવને કારણે નિતેશને નાની મોટી ઇજાઓ થઈ હતી.સ્થાનિકો તાત્કાલિક દોડી આવી નિતેષને ગટરમાંથી બહાર કાઢતો હતો. આ સમગ્ર ઘટનામાં તંત્ર દ્વારા ગટરના ખુલ્લા ઢાંકણ રાખતાં ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી હતી..આ ખુલ્લા ઢાંકણો કોઈનો ભોગ લઈ શકે તેવી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતા આસપાસના દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે..
વાપીથી આલમ શેખનો રીપોર્ટ