વહેલી સવારથી મતદાતાઓની મતદાન કરવા ભીડ
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનો મતદાન પ્રારંભ શરુ થઇ ગયો છે, ત્યારે વાપીમાં આવેલ જ્ઞાનધામ શાળાના પોલિંગ બૂથ પર રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું.
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વલસાડ ડાંગ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય ત માટે મતદારોને અપીલ કરી હતી,અને મતદાન મતદારનો અધિકાર છે તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. જેથી વહેલી સવારથી જ મતદાતાઓની મતદાન કરવા વાપીમાં આવેલી જ્ઞાનધામ શાળાના પોલિગ બૂથ ભીડ જોવા મળી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ