
14th April ના દર વર્ષે ભારતભરમાં દરેક ફાયર સ્ટેશન ખાતે NATIONAL FIRE SERVICE DAY નિમિત્તે ફાયર બ્રિગેડના નામી-અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ પ્રસંગે FIRE AND EMERGENCY SERVICES NOTIFIED AREA GIDC વાપી દ્વારા પણ NATIONAL FIRE SERVICE DAY નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ફાયરની દરેક સાધન સામગ્રીની પૂજા કરી 1944માં શહીદ થયેલ 66 ફાયર જવાનોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ ફાયરના વાહનો સાથેની એક રેલી યોજી હતી. તેમજ ફાયર અંગેની જનજાગૃતિ ફેલાવવા હોસ્પિટલ સ્ટાફ અને શહેરીજનોને વિશેષ ફાયર ડેમોન્સ્ટ્રેશન આપવા મૉક ડ્રિલ નું પણ આયોજન કર્યું હતું.

ફાયર સર્વિસ ડે અથવા (National Fire Service Day) દર વર્ષે 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. 14 એપ્રિલ, 1944 મુંબઈ બંદરમાં, કપાસની ગાંસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો લઈ જતા ફોર્ટસ્ટીકન નામના માલવાહક જહાજમાં અચાનક આગ લાગી હતી. જેને બુઝાવવા ગયેલ 66 ફાયર જવાનો અને અન્ય 300થી વધુ નાગરિકો આ હોનારતમાં મૃત્યુ પામ્યા હતાં. જેથી દર વર્ષની 14મી એપ્રિલનો દિવસ 66 ફાયરમેનને સમર્પિત છે. જેમણે ફરજ દરમ્યાન પોતાનો જીવ આપ્યો.

ઘટના કંઈક એવી છે કે, 14 એપ્રિલ 1944નો દિવસ હતો. ફોર્ટસ્ટીકેન નામના માલવાહક જહાજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જહાજમાં કપાસની ગાંસડી, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો ભરેલા હતાં. આગના સમાચાર મળતાની સાથે જ મુંબઈ ફાયર સર્વિસના સેંકડો અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આ બહાદુર જવાનોએ આગ ઓલવવાનો પૂરો પ્રયાસ કર્યો અને આગને કાબૂમાં લેવામાં આવી.

પરંતુ જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે બ્લાસ્ટ થયા હતાં. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેની ઝપેટમાં 66 ફાયરમેનોએ જીવ ગુમાવ્યા હતા. દર વર્ષે 14મી એપ્રિલે આ 66 સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને બહાદુરીની યાદમાં તેમજ અન્ય 300 જેટલા નાગરિકો પણ મૃત્યુ પામ્યા હોય તેને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. FIRE AND EMERGENCY SERVICES NOTIFIED AREA GIDC વાપી દ્વારા પણ NATIONAL FIRE SERVICE DAY નિમિત્તે નોટિફાઇડ ફાયર સ્ટેશન ખાતે ફાયરના જવાનો, ઓફિસરોએ ઉપસ્થિત રહ્યા હતાં.
વાપી થી આલમ શેખ..