
મળતી માહિતી પ્રમાણે દમણના ડાભેલ ના મુખ્ય રસ્તા પર એક બાજુના રસ્તા પર વિકાસીય કાર્યનું કામ ચાલી રહ્યું હોય એટલે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અને એક તરફ ના રસ્તા પરથી જ બંને તરફનો વાહન વ્યવહાર ચાલુ હોય ત્યારે ડાભેલથી વરકુંડ તરફ સ્પ્લેન્ડર બાઇક નં. GJ-15-DE-8175 પર 3 યુવાનો સવાર થઈને પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. ત્યારે બાઇક ચાલકે રોયલ ગાર્ડન હોટલ નજીક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા તેઓ રસ્તા પર સ્લીપ થઈ ગયા હતા અને નજીકના ડીવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો.

ઘટના ઘટતા ની સાથે જ રસ્તા પરથી અવર જવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓએ તાત્કાલિક એમ્બ્યુલન્સ ને બોલાવી ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરી હતી. જ્યાં સારવાર દરમ્યાન દમણના કચીગામની ઠાકોરભાઈની ચાલમાં રહેતો 19 વર્ષીય સતીશ ગજાનંદ ડોંગરે અને ઉત્તરપ્રદેશનો રહેવાસી 20 વર્ષિય નીરજનું મોત નીપજવા પામ્યું હતું.

જ્યારે એક યુવાનને નાની મોટી ઇજા સાથે તેનો બચાવ થવા પામ્યો હતો. જ્યારે બીજી તરફ દમણના વરકુંડ ડેલ્ટીન હોટલ પાસે પણ દમણના મશાલચોક પાસે રહેતા અને મૂળ બિહારના સુભાષભાઈ અને તેમના બે પુત્રો મીત અને નમન મેસ્ટ્રો મોપેડ નં. GJ-15-AR-0811 પર સવાર થઈ ને વાપી તરફ જઈ રહ્યા હતા. ત્યારે ભારત પેટ્રોલ્યમના ટેન્કર નં. HR-38-W-7319 ના ચાલકે મોપેડ ને ટક્કર મારી અડફેટે લેતા મોપેડ પર સવાર પિતા અને બંને પુત્રોના ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજવા પામ્યા હતા. બનાવ ને પગલે કચીગામ પોલીસે જગ્યા સ્થળ પર આવી લાશનો કબ્જો લઈ પોલીસ ચોપડે ગુનો દાખલ કરી આ કામના ટેન્કર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દમણ થી આલમ શેખ..