સંઘપ્રદેશ દમણમાં દુનેઠા ખાતે આવેલ ભાજપના ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલની ઓફિસ ખાતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ અંતર્ગત સેવા પખવાડિયું મનાવાઈ રહ્યું છે જે અંતર્ગત તાજેતરમાં નિશુલ્ક આઇ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર તેમજ સ્વાસ્થ્ય કર્મચારીઓ નિતેશ પ્રવીણ માછી પ્રવીણ શાંતુમાં માછી અને કીર્તિ નિતેશ માછી વગેરે ઉપસ્થિત રહીને સેવાઓ પ્રદાન કરી હતી
કાર્યક્રમ અંતર્ગત ચશ્માના કેટલા નંબર છે તેની ચકાસણી કર્યા બાદ 50% ડિસ્કાઉન્ટ સાથે ચસમાનુ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ કેમ્પનો લાભ આસપાસના લગભગ 271લોકોએ લીધો હતો .આ કેમ્પમાં ડુનેઠા ગામના સરપંચ સવિતાબેન પટેલ બીજેપી ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલ સહિત ગામના અગ્રણીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ