બેંગ્લોરમાં અગ્નીવિર સિપાહીની ટ્રેનિંગ પૂરી કરી વતને આવતાં ગામલોકોએ ભવ્ય રેલી યોજી
મા બાપનું સપનું અને મારો શોખ બંન્ને પુરુ થયુંઃભાવિન પટેલિયા
ગળતેશ્વર તાલુકાના લક્કડિયા ગામનો 21 વર્ષીય યુવાન ભાવિન કુમાર પ્રવીણભાઈ પટેલીયાએ અગ્નિવિર સિપાહીની પરીક્ષા પાસ કરી AST સેન્ટર નંબર 1બેંગ્લોરમાં ટ્રેનિંગ માટે ગયાં હતાં.જ્યાં 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી લક્કડિયા ગામનું ગૌરવ વધાર્યું હતું.જેથી આ સિપાહી વતને આવતાં ગામલોકોએ ભવ્ય રેલીનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ રેલી વહેલી સવારે 9:30 વાગ્યે બાલાસિનોર આવી ગયો હતો.જેથી તેને ફુલહારથી સ્વાગત કરી આ રેલી બાલાસિનોરથી નીકળી નવા વનોડા, જૂના વનોડા અને લક્કડીયા ગામ સુધી યોજવામાં આવી હતી. ગામમાં પહોંચતાં જ તેના માતા પિતાની આંખોમાં ખુશીના આશું આવી ગયાં હતાં.જેથી અગ્નિવીર જવાને પરેડ કરતાં તેઓને સેલ્યુટ કરી કેપ પહેરાવી ગળે લાગ્યો હતો.આ રેલીમાં મોટી સંખ્યામાં ગામવાસીઓએ મિત્રો અને સગાસંબંધીઓ જોડાયા હતાં.
અગ્નિવિર સિપાહી ભાવિન પટેલિયાને પૂછતાં જણાવ્યુ હતું કે, મારા માતા પિતાનું સપનું હતું કે હુ દેશની રક્ષા માટે સિપાહી બનું અને મારો શોખ હતો.જેથી હુ રોજ સવારે 5 વાગ્યે ઊઠી દોડ અને કસરત કરવા માટે મિત્રો સાથે રસ્તે દોડી જતો હતો. ત્યારબાદ ઘરે આવીને હુ જનરલ નૉલેજ જેવા અનેક પુસ્તકો વાંચતો હતો. તેથી મેં મારો શોખ અને પપ્પાનું સપનું આ બંન્ને પુરુ કર્યું છે. અમે એક મિડલ પરિવારના સભ્યો છીએ.જેમાં મારો મોટો ભાઈ કિશન હુ અને માતા પિતા રહીએ છીએ. અમે ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવીએ છીએ.હવે મારી અગ્નિવિર સિપાહીમાં નોકરી લાગી ગઇ છે. અને પોસ્ટિંગ આસામમાં થયુ છે, તથી હુ 11 દિવસ માટે ગામમાં રોકાઇને 19 જૂને આસામ જવા રવાના થવાનો છુ.
ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ