ગઠિયો કાર લઇ મુંબઈ ભાગે એ પહેલાં જ વાપી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો
વાપીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો ચાવી ઉપાડી કાર ચોરી ગયો હતો. જોકે ચોર કાર લઇને મુંબઇ ભાગી જાય એ પહેલા જ પોલીસે હાઇવે પરથી દબોચી લીધો હતો.વાપી જીઆઈડીસી ચાર રસ્તા સ્થિત મશીનરી પાર્ટસની દુકાનમાં સામાન ખરીદી કરવાના બહાને આવેલો ગ્રાહક કાઉન્ટરમાંથી કારની ચાવી ઉપાડીને કારની ચોરી કરી ગયો હતો. જોકે, પોલીસે બાતમીના આધારે ચોર કાર લઈને ભાગે એ પહેલા હાઇવેથી ઝડપી લીધો હતો.વાપી ગુંજન સ્થિત ડોકટર્સ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ઇશા વડાલિયા જીઆઈડીસી ચાર રસ્તા સ્થિત ગ્લોબ શોપિંગ સેન્ટરમાં મશીનરી પાર્ટસ વેચવાની દુકાન ચલાવે છે.
30મી ઓગસ્ટના રોજ બપોરે ઈશા તેમની દુકાનમાં હાજર હતી એ દરમિયાન એક ગઠિયા બે વખત બેરિંગ લેવા માટે આવ્યો હતો. જોકે, બેરિંગના ખરીદીના બહાને ગઠિયો નજર ચુકવીને કાઉન્ટર ઉપર મુકેલી ઈનોવા કારની ચાવી સેરવી લીધી હતી. ઈશા બપોરે જ્યારે ઘર જમવા માટે જવા નીકળી ત્યારે પાર્ક કરેલા સ્થળ ઉપર ઈનોવા કાર જોવા ન મળતા સ્ટાફ અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી જોકે,ઈનોવા કાર ન મળતા તેમણેજીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીના સ્થળ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરીને તથા બાતમીદારના આધારે કાર ચોરી કરનારાને ઝડપી પાડવા તજવીજ ધરી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ચોરીના કાર સાથે આરોપી સાગર જીજાબરાવ પાટીલ રહે. રવેશિયા પાર્ક, વાપી જીઆઇડીસી – વાપીને યુપીએલ નજીક બ્રિજથી ઝડપી લીધો હતો. ચોરીની કાર સાથે આરોપી મુંબઈ હતો.ભાગી જાય એ પૂર્વે જ જીઆઈડીસી પોલીસે ઝડપી લીધો
વાપીથી આલમ શેખનો રીપોર્ટ