ખાણોના મુવાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી દ્વારા દિકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા પ્રાથમિક શિક્ષણ વેગવતુ બનાવા માટે પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમા ઉજવામા આવે છે. જેમા બાળકોને શૈક્ષણિક પરંપરા સાથે શાળામા પ્રવેશ અપાવામા આવે છે, જેને લઇ આંગણવાડી કાર્યકર તેમજ તેડાઘર બહેન દ્વારા ઘરે ઘરે જઇને ગ્રામજનોને આમંત્રણ પત્રિકાઓ આપી આ કાર્યક્રમમાં આવવા માટે આવકાર્યાં હતાં.

બાલાસિનોરા તાલુકમાં આવેલી ખાણોના મુવાડા પ્રાથમિક શાળામાં સી.આર.સી રાજેશભાઇની ઉપસ્થિતીમાં કન્યાકેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગ્ટય કરી ઉપસ્થિત મહાનુભાવોનુ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.આંગણવાડી, બાલવાટિકા તેમજ શાળામાં પ્રવેશ મેળવનારા બાળકોને કુમકુમ તિલક કરીને શૈક્ષણિક કિટ આપવામા આવી હતી.જેથી બાળકોના ચહેરા પર હાસ્યનું સ્મિત ચમકતું જોવા મળ્યું હતું. ત્યારે આ કાર્યક્રમને સંબોધતાં રાજેશભાઇએ વાલીઓને કહ્યું હતું કે તમે તમારા બાળકોને આંગણવાડી કે અન્ય જે કોઇપણ જગ્યાએ શૈક્ષમિક સંસ્થાઓમાં તમે તમારા બાળકને ભણાવવા માટે મુકશો, ત્યારે જેતે શૈક્ષણિક સ્થળ પર અભ્યાસ કરવાની ફરજ જેતે શિક્ષકની છે, તે તો તેમનું કામ કરશો જ, પરંતુ તમે પણ બાળકોને પોતાની ફરજ સમજી ઘરે શિક્ષણ આપજો.જો એવું કરશો તો તેનું રિવીઝન થશે અને જે યાદ નહીં હોય એ બાળકે યાદ આવી જશ. જો આવુ નહીં કરો તો, જે તે દિવસે શાળામાં જેનો અભ્યાસ કરાવ્યો હશે તે બાળકને યાદ જ નહીં રહે તો શિક્ષકની મહેનત પણ ફરી વળ્યું તેમ કહેવાશે. માટે આપણે આપણા બાળકને આજનું ભણાવેલું આજે જ યાદ કરાવી દઇશું તો,બીજીવાર કે વારંવાર એને એ શિખવાની જરુર નહીં પડે, અને આવતી કાલનું શિખવાનો ટાઇમ મળશે જો બાળકને એકસાથે બધુ જ પરિક્ષાની જેમ તૈયાર કરવાનો વારો આવશે તો કયું તૈયાર કરું ને કયું નહીં આવી પરિસ્થિતીમાં અગત્યનું ભણવાનું છુટી જતું હોય છે. જો તમે બાળકને વાંચન અને લેખન કરાવશો તો તે સારુ વાંચી શકશે અને લખી પણ શકશે.માટે શિક્ષકોની સાથે વાલીઓએ પણ બાળકો પ્રત્યે પોતાની જવાબદારી સમજી અભ્યાસ કરાવવો. કેમકે આપણે જે દિવસો જોયા છે, જે કામ આપણે કર્યું છે, તે કામ આપણા બાળકોને ન કરવું પડે તેના માટે આપણે પણ સજાગ થઇને બાળકના અભ્યાસ કરવા માટે ઘરે બેસાડવા માટે વાલીઓને આગ્રહ કર્યો હતો.આ પ્રસંગે આગણવાડી કાર્યકર અશ્મિતાબેન પ્રજાપતિએ બાળકોને ડ્રોઇંગ બુક અને કલર અને સરકાર દ્વારા શાળામાં બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવાામાં આવ્યું હતું. અંતમાં વૃવ વાવો, પર્યાવરણ બચાવોના સ્લોગનથી વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પુર્ણાહુતિ કરી હતી. આ કાર્યક્રમમાં સી.આર.સી રાજેશભાઇ, જિલ્લા સદસ્ય પારુલબેન, શાળાના આચાર્ય, શિક્ષકગણ,આંગણવાડીના વર્કર અશ્મિતાબેન પ્રજાપતિ, હેલ્પર શારદાબેન પરમાર, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *