પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર સીટી સર્વે સુપરિન્ટેન્ડ બાબુભાઈ માલીવાડ 8 હજારની લાંચ લેતા એસીબીના છટકામા ઝડપાઈ ગયા છે. રહીશ પાસેથી પાકી નોધ પાડવા માટે લાંચની માગણી કરી હતી.પરંતુ આ રકમ નહી આપવા માગતા હોવાથી રહીશે એસીબીને જાણ કરી હતી.તેથી એસીબીએ ગોઠવેલા છટકામા તેઓ ઝડપાઈ ગયા હતા.જેને લઈને સરકારી બાબૂઓમા પણ દોડધામ મચી જવા પામી હતી.

એસીબી સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગોધરાના એક રહીશના બહુમાળી મકાનમાં આવેલા ફ્લેટનું વેચાણ કર્યુ હતુ. જેની નોધ મંજુર કરવા આ સીટી સુપરિડેન્ટન્ડ બાબૂભાઈ માલીવાડે રૂ.૧૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.જેથી જે તે સમયે અરજદારે રૂ.૭,૦૦૦ આપતા નોધ મંજુર કરી હતી. ત્યારબાદ ફરીયાદીને તેઓના કાકાની છોકરીઓએ ખરીદ કરી હતી દુકાનની નોધ પડાવવા આ કામના આરોપીની મળતા આરોપીએ રૂ.૨૫૦૦ લઇ કાચી નોધ પાડી આપી હતી અને પાકી નોધ થોડા દિવસ પછી કરી આપીશ તેમ જણાવ્યુ હતું. પરંતુ પાકી નોધ નહી પડતા ફરીયાદી આ કામના આરોપીને તેઓની ઓફીસમાં જઇ મળતા બહુમાળી બાંધકામમાં આવેલા ફલેટની વેચાણ નોધ મંજુર કરી હતી. જેના બાકી રૂ.૮,૦૦૦ની લાંચની માંગણી ફરીયાદી પાસે કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હતા. જેના પગલે ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા, ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયા લાંચના છટકા દરમ્યાન રૂ.૮,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.તેવું તેને સ્થળ પર જ કબુલ કરી લીધું હતું. જે બાદ તેને એસીબી કચેરી ખાતે લઇ જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ