ટાટા ગ્રુપ થકી ટાટા સ્ટીલ ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટસ લિમીટેડ સાણંદ પ્લાન્ટ માટે આઈ ટી. આઈ ગોધરા ખાતે જોબફેર યોજાયો હતો. જેમા પ્લાન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યત્વે કીટર ઇલેક્ટ્રીશન,મક્ષીનિષ્ટ,કોપા અને ગ્રાઇન્ડરના જુના પાસઆઉંટ તથા અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને હાજર રહેવા સૂચના આપી, કુલ ૫૪ તાલીમાર્થીનું રજીસ્ટેશન કરવામાં આવ્યું હતું તેમાથી કુલ ૪૫ તાલીમાર્થીઓનું શોર્ટલીસ્ટ કરી ઈન્ટરવ્યુમાં લેવામાં આવ્યુ હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/07/IMG-20240727-WA0078-1024x768.jpg)
મૌખિક ઇન્ટરવ્યું આપતા કુલ ૧૦ તાલીમાર્થીઓની પ્રિ.પ્લેશમેન્ટમાં પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.આ ભરતી મેળામાં ગોંધરા આઈ.ટી.આઈ આચાર્ય ડીવરમોરા જે, શહેરા અને મહિલા આઈ.ટી.આઈ ગોધરાના આચાર્ય વર્ગ-૨ વી.જે પટેલ તેમજ શહેરાના ફોરમેન એસ આર પરીખ, હેડ બિઝનસ એચ.બાર મેનેજર સુશીલ કુમારનુ શબ્દોથી સ્વાગત મિતાલી આર પરિયા પ્લેસમેન્ટ-સેલના કો-ઓર્ડીનેટર દ્વારા કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ સંસ્થાના આચાર્ય દ્વારા તાલીમાર્થીઓને હોમસીકનેશ છોડવી અને રોજગારી તરફ આગળ વધી કેરિયર તરફ ધ્યાન આપી યોગ્ય માર્ગદર્શન પૂર પાડી. તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતુ.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ