પંચમહાલ જીલ્લામા આજે વિવિધ સ્થળો પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પણ આજે ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરા ખાતે આવેલા ધારાસભ્ય કાર્યાલય ખાતેથી આ તિરંગાયાત્રાને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું.
તિરંગા યાત્રા શહેરા- નાડા બાયપાસ, મહાલક્ષ્મીમંદિર રોડ,પરવડી ચોક, કસ્બા વિસ્તાર,પોલીસ સ્ટેશન વિસ્તાર,સરકારી હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન રોડ થઈને ફરી ધારાસભ્ય કાર્યાલય ખાતે પરત ફરી સમાપન થયુ હતુ. સૌકોઈ હાથમા તિરંગા સાથે જોડાયા હતા. આ ભવ્ય તિંરગા યાત્રામા રાજકીય અગ્રણીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, શહેરા સ્થાનિક વહીવટીતંત્ર, મામલતદાર-પ્રાન્ત કચેરી,નગરપાલિકા, પોલીસ વિભાગ ,વનવિભાગ,મુક્તજીવન ડીઝાસ્ટર એકેડમીના સ્ટાફ,તાલીમાર્થીઓ ,તેમજ નગરજનો હાજર રહ્યાં હતાં. પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના સુર રેલાવીઓ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તિરંગા હમારી સાન હે, હર ઘર અભિયાન હે જેવા બેનરો સાથે યાત્રા શાંતિપુર્ણ માહોલમા સંપન્ન થઈ હતી.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ