
આત્મનિર્ભર ભારત ચળવળ અને ભારત સરકારની નવી વિદેશ વેપાર નીતિને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકાર (GoG)-એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ ગુજરાતના મુખ્ય શહેરોમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ પહેલના ભાગ રૂપે, એએમએ દ્રારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચ ખાતે “આરબીઆઈ ગાઈડલાઈન્સ ફોર એક્સપોર્ટર્સ, રૂપી સેટલમેન્ટ મિકેનિઝમ, એન્ડ અધર આસ્પેક્ટ્સ” વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ શ્રી ગૌરાંગ વસાવડા દ્રારા કરવામાં આવ્યું હતું, જેઓ એક ટ્રેનર, કન્સલ્ટન્ટ અને ભૂતપૂર્વ બેંકર છે જેઓ ફોરેન એક્સચેન્જ, ટ્રેડ, ટ્રેડ ફાઇનાન્સ અને ફેમા સંબંધિત બાબતોમાં ૩૫ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે.

આ કાર્યક્રમમાં નિકાસકારો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટના માલિકો અને સ્ટાફ, સલાહકારો, એમએસએમઈ કંપની માલિકો અને સ્ટાફ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, ઉદ્યોગસાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ખૂબ જ ઇન્ટરેક્ટિવ હતો અને પ્રશ્ન અને જવાબ સત્ર સાથે સમાપ્ત થયો હતો.

આ કાર્યક્રમથી સહભાગીઓને નિકાસ સંબંધિત ફેમા નિયમો; નિકાસ બિલ સબમિટ કરવા અને નિકાસ ચુકવણીઓ પ્રાપ્ત કરવા માટે આરબીઆઈ માર્ગદર્શિકા; EDPMSમાં બિલ અને ચુકવણીઓ બંધ કરવા અંગે આરબીઆઈ માર્ગદર્શિકા; ભારતીય ચલણમાં નિકાસ ઇન્વોઇસિંગ અને ચુકવણીઓ, જેમાં આઈઆરએમ (અને એસઆરવીએ)ની રચનાનો સમાવેશ થાય છે; નિકાસકારો માટે ક્રેડિટ જોખમ વ્યવસ્થાપન અને વીમો; પ્રાપ્તિપાત્રોની ટૂંકી રસીદો અથવા બિન-ચુકવણીને સંબોધવા માટેની માર્ગદર્શિકા અને પ્રક્રિયાઓ, જેમાં ફોલો-અપ અને દસ્તાવેજીકરણનો સમાવેશ થાય છે; નિકાસ બિલો માટે પુનઃપ્રાપ્તિ વિકલ્પો; પુનઃપ્રાપ્તિ પાસાઓ માટે સાવચેતીઓ; નિકાસકારો માટે વિદેશી ચલણ ખાતાઓ (ડીટીએ અને એસઈઝેડ બંને); નિકાસકારો માટે વિદેશમાં વિદેશી ચલણ ખાતાઓ અંગે તાજેતરના અપડેટ્સ; ભારતની બહાર રહેતા વ્યક્તિઓ માટે રૂપિયા ખાતાઓ માટે માર્ગદર્શિકા; એસઈઝેડ માર્ગદર્શિકા, નિયમો અને સ્થિતિ; એસઈઝેડ પુરવઠા, સુવિધાઓ અને વ્યવહારોના પ્રકારો, જેમાં ડીટીએ અને અન્ય સંસ્થાઓ સાથેના વ્યવહારો શામેલ છે; અને ફેમા હેઠળ ઉપલબ્ધ સુવિધાઓ વિશે સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના સિનિયર મેનેજર દેવાંગ દેસાઈ , ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ચેરમેન દેવાંગ ઠાકોર , ચીફ એક્સીક્યુટિવ ઓફિસર જયેશ ત્રિવેદીએ ઉપસ્થિત રહી બને એસોસિએશનની કામગીરી અને ઉદ્દેશ ની માહિતી આપી હતી.

ગુજરાત સરકાર (GoG)-એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડની સ્થાપના એએમએ અને ઉદ્યોગ વિભાગ, ગુજરાત સરકાર દ્રારા ૨૦૦૪માં સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ કેન્દ્ર આંતરરાષ્ટ્રીય વેપારને લગતી બાબતો પર ગુજરાતની રુચિ ધરાવતા ઉત્પાદનો અને સેવાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ તાલીમ કાર્યક્રમો, પરિષદો અને સેમિનારોનું આયોજન કરે છે અને આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રમાં સંશોધનને સમર્થન આપે છે. અત્યાર સુધીમાં ૨૦,૦૦૦થી વધુ સહભાગીઓએ આ કાર્યક્રમોનો લાભ લીધો છે. અમદાવાદમાં સફળતાપૂર્વક અસંખ્ય કાર્યક્રમો યોજ્યા પછી, એએમએ ગુજરાતના અન્ય શહેરોમાં તેની પાંખો ફેલાવી રહ્યું છે.
ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા સ્વર્ગસ્થ ડૉ. વિક્રમ સારાભાઈનાપ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ ૧૯૫૬માં સ્થપાયેલ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ), વ્યાવસાયિકો માટે વ્યાખ્યાનો, સભાઓ,મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કાર્યક્રમો, ઔદ્યોગિક મુલાકાતો, પ્રકાશનો વગેરે દ્રારા સક્રિય અને નિયમિત મંચ પ્રદાન કરે છે.
ભરૂચ થી ગૌતમ ડોડિઆ..