
પંચમહાલ જિલ્લાના હાલોલના ચંદ્રપુરા ઔધોગિક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક કેરી બેગ બનાવતા સાત યુનિટોમાં હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી, ગુજરાત પોલ્યુશન બોર્ડ ના અધિકારી હાલોલ પ્રાંત ઓફિસ કર્મચારીઓ સહીત પોલીસ ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી છાપો મારતા પાંચ યુનિટમાં પ્લાસ્ટિક દાણા નું ઉત્પાદન થતું હતું જયારે અન્ય બે યુનિટમાં થી સાત ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો મળી આવતા બંને યુનિટમાંથી 38 ટન દાણા નો જથ્થો સહીત કુલ અંદાજિત 30 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો.જેને લઇ આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી, ગુજરાત પોલ્યુશન બોર્ડ ના અધિકારી હાલોલ પ્રાંત ઓફિસ કર્મચારીઓ તેમજ પોલીસ મળી સંયુક્ત રીતે હાલોલ ના ચંદ્રપુરા ઔધોગિક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક કેરી બેગ બનાવતા સાત યુનિટોમાં છાપો માર્યો હતો. જેમાંથી બે યુનિટમાંથી મોતી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા સાત ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો અને 38 ટન દાણા જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે જેની અંદાજિત બજાર કિંમત 30 લાખ રૂપિયા થાય તેમ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરે જણાવ્યું હતું.
પંચમહાલ હાલોલ થી વિજયસિંહ સોલંકી..